Not Set/ નેપાળમાં હેલીકોપ્ટર થયું ક્રેશ, જાપાની મુસાફર અને પાયલોટ સહિત છ નાં મૃત્યુ

નેપાળના પર્વતીય વિસ્તારમાં એક હેલીકોપ્ટર દુર્ઘટના થઇ હતી.આ હેલીકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. જેમાં એક જાપાની પ્રવાસી અને પાંચ નેપાળી લોકો હતા. હેલીકોપ્ટરમાં સવાર જાપાની મુસાફર અને પાયલોટ સહિત છ નાં મૃત્યુ થયા છે.જયારે એક મહિલા મુસાફરને બચાવી લેવામાં આવી છે. પોલીસ અને સેનાનાં બચાવ દળ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તેઓ પહાડો પર ચાલીને […]

Top Stories World
mantavya news 1 14 નેપાળમાં હેલીકોપ્ટર થયું ક્રેશ, જાપાની મુસાફર અને પાયલોટ સહિત છ નાં મૃત્યુ

નેપાળના પર્વતીય વિસ્તારમાં એક હેલીકોપ્ટર દુર્ઘટના થઇ હતી.આ હેલીકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. જેમાં એક જાપાની પ્રવાસી અને પાંચ નેપાળી લોકો હતા. હેલીકોપ્ટરમાં સવાર જાપાની મુસાફર અને પાયલોટ સહિત છ નાં મૃત્યુ થયા છે.જયારે એક મહિલા મુસાફરને બચાવી લેવામાં આવી છે. પોલીસ અને સેનાનાં બચાવ દળ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તેઓ પહાડો પર ચાલીને તપાસ કાર્યમાં લાગી ગયા હતા પરંતુ ખરાબ મોસમનાં કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફ પડી હતી.

ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના જીએમ રાજ કુમાર છેત્રીના કહેવા મુજબ, શનિવારે સવારે 7:45 વાગ્યે 9એન –એએલએસ હેલીકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ હેલીકોપ્ટર નેપાળની રાજધાની કાઠમાડુથી લગભગ 50 કિલોમીટર દુર ધડીંગ જીલ્લામાં ક્રેશ થયું હોવાની માહિતી મળી હતી.

નેપાળ પોલીસે માહિતી આપી કે, હેલીકોપ્ટર છેલ્લે નુવાકોટ અને ધડીંગ જીલ્લાની બોર્ડર પાસે દેખાયું હતું. નેપાળ સિવિલ એવિએશન મીનીસ્ટ્રીનાં કહેવા મુજબ, ક્રેશ થયેલું હેલીકોપ્ટર ગીચ જંગલો વચ્ચે 55 ૦૦ ફીટની ઉચાઇ પર ટ્રેસ થયું હતું