Vadodara News/ વડોદરામાં ડભોઈ કુબેર મંદિરનો વિવાદ સામે આવ્યો

વડોદરામાં ડભોઈ ખાતેના કુબેર મંદિર(Kuber Mandir) નો વિવાદ સામે આવ્યો છે. કુબેર ભંડારીને ત્યાં જ હિસાબમાં ગોટાળા છે. સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટની દાનપેટીએ તાળા વાગ્યા છે. કુબેર મંદિરની દાનપેટી સીલ કરવામાં આવી છે. ચેરિટી કમિશ્રરની ઓફિસે આ નિર્ણય લીધો છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં ડભોઈ ખાતેના કુબેર મંદિર(Kuber Mandir) નો વિવાદ સામે આવ્યો છે. કુબેર ભંડારીને ત્યાં જ હિસાબમાં ગોટાળા છે. સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટની દાનપેટીએ તાળા વાગ્યા છે. કુબેર મંદિરની દાનપેટી સીલ કરવામાં આવી છે. ચેરિટી કમિશ્રરની ઓફિસે આ નિર્ણય લીધો છે.

ચેરિટીના કર્મચારીઓની હાજરીમાં દાનપેટી ખોલવામાં આવશે. ભૂતકાળના ટ્રસ્ટિઓએ ગેરવહીવટ કર્યાનો આરોપ છે. કુબેર મંદિરમાંથી રૂપિયાનો હિસાબ ન મળતા આક્ષેપો થયા છે.બે વર્ષથી નવા ટ્રસ્ટીઓએ કુબેર મંદિરનો વહીવટ સંભાળ્યો છે.

ડભોઈ કરનાળી કુબેર મંદિરનો વિવાદ ફરીથી સામે આવ્યો છે. દેવોના ખજાનચી કુબેર ભંડારીને ત્યાં જ હિસાબમાં ગરબડ ગોટાળા બહાર આવ્યા છે. કુબેર મંદિરના કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટની દાનપેટીને તાળા વાગ્યા છે. હવે આ દાનપેટીને ચેરિટી કમિશ્રનરના કર્મચારીઓની હાજરીમાં જ ખોલવામાં આવશે.

આ અંગે જૂના ટ્રસ્ટીઓએ મંદિરનો ગેરવહીવટ કર્યા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કુબેર મંદિરના 2018માં રૂ. 44 લાખનો કોઈ હિસાબ ન હોવાના લીધે આ નિર્ણય લેવાયો છે. કુબેર મંદિરમાંથી રૂપિયાનો હિસાબ મળતો ન હોવાના આક્ષેપો છે. રૂપિયાના હિસાબના આરોપોના પગલે જૂના ટ્રસ્ટીઓ નીકળી ગયા હતા અને છેલ્લા બે વર્ષથી નવા ટ્રસ્ટીઓએ કુબેરનો વહીવટ સંભાળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં બે યુવકોને ટોળાએ ચોર સમજી ધોઈ નાખ્યા, એકનું મોત એક ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે વડોદરામાં તડામાર તૈયારી, રાજવી પેલેસમાં સ્પેનના PM સાથે શાહી ભોજન લેશે

આ પણ વાંચો: વડોદરામાં સગીરા પર સાવકા પિતાએ બે વાર દુષ્કર્મ આચર્યું, બદનામી થશે કહી પોલીસે ફરિયાદ ન નોંધી