ઉત્તરાયણના તહેવાર નજીક આવતાં જ આરોગ્ય વિભાગની ટીમે રાજકોટમાં તવાઇ બોલાવી છે. મળતી માહીતી મુજબ સહકાર રોડ પર આવેલી ચિક્કીની દુકાનમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને ચિક્કીની સેમ્પલ લીધા હતા.

જો કે ચિક્કીના સેમ્પલ અખાદ્ય લાગતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ચિક્કીનો જથ્થો કબ્જે કર્યો હતો. 250 કિલો જેટલી ચિક્કીનો જથ્થો કબ્જે કરીને દુકાનમાલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આરોગ્ય વિભાગની ટીમે પાડેલા દરોડાને લઇને વેપારીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
