બી-ટાઉનમાં કોઈને કોઈ સેલિબ્રિટી વચ્ચેના અફેરના સમાચાર આવતા જ રહે છે. એમાં આ બંને સ્ટાર્સના નામ છેલ્લા કેટલાક સમયથી જોડવામાં આવી રહ્યા છે. આ છે ગ્લેમર વર્લ્ડના ન્યૂલી રૂમર્ડ કપલ વિજય વર્મા(Vijay Verma) અને તમન્ના ભાટિયા(Tamanna Bhatiya).
ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તમન્ના અને વિજય એકબીજાના પ્રેમમાં છે. પરંતુ હજી સુધી, બંનેએ આ સમાચારની પુષ્ટિ કરી નથી, પરંતુ તેમનું વારંવાર એક જ જગ્યાએ સ્પોટ થવું એ તે વાતની સાક્ષી આપે છે કે તેમની વચ્ચે ખરેખર કંઈક તો છે. હવે અભિનેતા ગુલશન દેવૈયાએ તેમના સંબંધો પર રિએક્શન આપ્યું છે.
તમન્ના-વિજયના સંબંધો પર ‘દહાડ’ ના અભિનેતાએ શું કહ્યું?
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જે ‘ દહાડ’ના ટ્રેલર લોન્ચનો હતો . વાયરલ વીડિયોમાં ગુલશન તેના કો-એક્ટર વિજય વર્માને તમન્નાનું નામ લઈને ચીડા વતા જોવા મળ્યો હતો. માત્ર આ વિડીયો સાથે જ ચાહકો તેમના સંબંધોને કન્ફર્મ માની રહ્યા હતા. હવે ગુલશને આ વિશે વાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં ગુલશને કહ્યું કે,
“હા, મેં તમન્નાહના નામની મજાક કરી હતી અને તે વાયરલ થયું હતું અને તેને ખેલદિલીથી લીધું હતું. અમે મિત્રો છીએ અને અમે એકબીજાને ખૂબ માન આપીએ છીએ. હું તેને ક્યારેય નીચે મૂકવા માંગતો નથી. મને ખબર છે કે હું તેને થોડુ ચીડવી શકું છું. અને મર્યાદામાં તે ઠીક પણ છે. અને ઓફ કેમેરા તો હું તેને આના કરતા પણ વધુ હેરાન કરું છું.”
શું તમન્ના-વિજય ખરેખર એકબીજાના પ્રેમમાં છે?
ગુલશને તમન્ના અને વિજયના રૂમર્ડ અફેર પર પણ કમેન્ટ કરી અને ઈશારો ઈશારોમાં તેમના સંબંધોની પુષ્ટિ પણ કરી. અભિનેતાએ કહ્યું, ‘બધાઈ હો’
“મને કોઈ ખ્યાલ નથી. હું તેને મળ્યો પણ નથી. મેં હમણાં જ મીડિયા રિપોર્ટ્સ અને તેના ફોટા એકસાથે જોયા અને મજાક કરવાનું શરૂ કર્યું. મારા કન્ફોર્મ કરવા કરતા તેમનો ચેહરો ઘણું બધું કહે છે. કે કંઇક તો છે, શું તે ખબર નથી. તેમને જોઇને એમ તો લાગે જ છે કે તેમની કેમેસ્ટ્રી ઘણી સારી છે. મને ખાતરી છે કે તેનો કંઇક તો અર્થ જરૂર છે.”
જણાવી દઈએ કે, ગુલશને વિજય વર્મા સાથે ફિલ્મ ‘દહાડ’માં સ્ક્રીન શેર કરી છે. આ ફિલ્મ 12 મે 2023ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો :Cannes Film Festival/કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં સુંદરીઓનો જામ્યો મેળો, દરેક પોતાના લુકથી મચાવી રહ્યા છે ધૂમ
આ પણ વાંચો: દીપિકા પાદુકોણ-માનસિક આરોગ્ય/ધ રોક(ડ્વેન જોન્સન)ના ડીપ્રેશન પર દીપિકા પાદુકોણએ આપ્યું એવું રિએક્શન, કહ્યું મેન્ટલ હેલ્થ મેટર કરે છે
આ પણ વાંચો: Bollywood/વિદેશમાં ધમાલ મચાવવા તૈયાર ‘ધ કેરળ સ્ટોરી’, અમેરિકા-કેનેડામાં રિલીઝ, ડિરેક્ટરે કહ્યું- આ ફિલ્મ એક મિશન છે