Himmatnagar news/ હિંમતનગરમાં સિવિલના સ્ટાફ ક્વાટર્સમાંથી નર્સ અને શિક્ષિકાના મૃતદેહ મળતા ચકચાર

પોલીસ વિભાગ પ્રથમ તો આત્મહત્યાની થિયરી હોવાની લઈને તપાસ હાથ ધરી હતી

Top Stories Gujarat Others

Himmatnagar News : હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે બપોરે સ્ટાફ ક્વાર્ટર્સમાં બી-1 બ્લોકમાં રહેતી બે મહિલાની લાશ મળી હતી. સ્ટાફ ક્વાર્ટર્સના ભોંયતળિયે મહિલાના મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ હાથ ધરતાં પોલીસ મહિલા ક્વાર્ટર્સમાં મૃતક મહિલાના ઘરે પહોંચી હતી. તેની સામે જ રૂમ નં.402માં અન્ય એક મહિલાની લાશ પડી હોવાની જાણ થઈ હતી. હિંમતનગર એ-ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. બી-1 બ્લોકમાં રૂમ નં. 402માં રહેતાં ડિમ્પલબેનનો મૃતદેહ તેમના જ ઘરમાં મળ્યો, જ્યારે બી-1 બ્લોકના રૂમ નં. 401માં રહેતાં છાયાબેનનો મૃતદેહ 402 રૂમના બહારની તરફ જમીન પરથી મળ્યો હતો.

પોલીસ ઘટનાસ્થળે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર્સના બી-1 બ્લોકમાં 402 રૂમના ગ્રાઉન્ડ ફ્લોર પરથી 401માં રહેતી મહિલા નર્સ છાયાબેન કલાસવાની લાશ મળી આવી હતી, જે અંગે સ્થાનિકોને જાણ થતાં એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. પોલીસ વિભાગ પ્રથમ તો આત્મહત્યાની થિયરી હોવાની લઈને તપાસ હાથ ધરી હતી, પરંતુ તપાસ દરમિયાન તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવેલા મૃતક મહિલાના રૂમ પર પહોંચ્યા હતા. એ દરમિયાન જ તેની સામેના 402 રૂમમાં વધુ એક મહિલા ડિમ્પલબેન ભાવેશભાઈ પટેલની લાશ મળી આવી હતી, જેને લઇને સમગ્ર ઘટના શંકાસ્પદ લાગી રહી છે. પોલીસની તપાસની દિશા બદલાઈ છે. વિવિધ એજન્સીઓ અને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

ડિમ્પલબેન ભાવેશભાઈ પટેલનો ફાઈલ ફોટો.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે છાયાબેન કલાસવા વર્ષ 2017થી ફરજ બજાવતાં હતાં, જેઓ બી 1-બ્લોકમાં 401 નંબરના રૂમમાં રહેતાં હતાં અને તેમના પતિ નીતિનભાઈ અમદાવાદ સિવિલમાં સ્ટાફ બ્રધરમાં ફરજ બજાવે છે. તેમના પરિવારમાં એક 6 વર્ષીય દીકરો શિવાંગ ધો-1માં ગ્લોરિયસ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે માનસિક વિભાગમાં ભાવેશભાઈ પટેલ ફરજ બજાવે છે. જ્યારે તેમની પત્ની ડિમ્પલબેન ભાવેશભાઈ પટેલ જે ઘરે બાળકોને ટ્યૂશન કરાવતાં હતાં, તેમને પરિવારમાં એક દીકરી 8 વર્ષની ધારવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરક્ષાકર્મીઓ સાથે શસ્ત્રપૂજન કર્યું

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો ભવ્ય શુભારંભ