બંધ/ સુરત માં કોરોના સંક્રમણ વધતા મનપાએ લીધો નિર્ણય

સંજય મહંત, મંતવ્ય ન્યુઝ-સુરત સુરત માં સતત કોરોના વધી રહીયો છે તેમાં પણ શહેરની બહાર થી આવતા લોકો સૌથી વધુ કોરોના સંક્રમિત જવા મળી રહ્યા છે. તે ઉપરાંત શાળા કોલેજના વિધાર્થી સાથે શિક્ષક પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે સુરત શહેર અને રાંદેર સાથે લીબાયત ઝોનમાં સતત વધી રહેલા કોરોના લઈને આજે મનપા કમિશનર […]

Gujarat Surat

સંજય મહંત, મંતવ્ય ન્યુઝ-સુરત

સુરત માં સતત કોરોના વધી રહીયો છે તેમાં પણ શહેરની બહાર થી આવતા લોકો સૌથી વધુ કોરોના સંક્રમિત જવા મળી રહ્યા છે. તે ઉપરાંત શાળા કોલેજના વિધાર્થી સાથે શિક્ષક પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે સુરત શહેર અને રાંદેર સાથે લીબાયત ઝોનમાં સતત વધી રહેલા કોરોના લઈને આજે મનપા કમિશનર દ્વારા શહેરમાં ચાલતી સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા આ બંને ઝોનમાં બંધ કરવાનો નિર્ણય કર્યો છે સાથે સાથે કાપડ માર્કેટમાં પણ સંક્રમણને ઓછું કરવા માટે શનિ રવિ માટે માર્કેટ બંધ કરવાનું આહવાન કર્યું છે સાથે સાથે ગાર્ડન અને સ્વીમીંગપુલ પણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ફાઈલ ફોટો

સુરતમાં છેલ્લા એક મહિનામાં સતત કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સુરતમાં બહાર ગામથી અને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. સાથે સાથે શહેરમાં આવેલ શાળા કોલેજ ના વિધાર્થી સાથે શિક્ષક સતત કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે એક મહિના પહેલા જ્યાં 25 થી 30 કેસ આવતા હતા તેની જગ્યાએ હાલમાં 260 ઉપર કેસ જવા મળ્યા છે. જોકે સુરત માં સતત કોરોના સંક્રમણમાં પર યુકે સ્ટ્રેન્થ મળી આવ્યો છે અને તે સૌથી ઝડપી સક્ર્મણ અને તેમાં પણ યુવાનો માં આ સ્ટ્રેન્થ ફેલાઈ રહ્યો છે ત્યારે સુરત માં સતત કોરોના ગાઈડ લાઇન પાલન નહિ થતું હોવાને લઈને સુરત મનપા કમિશનર દ્વારા સુરત ના સૌથી વધુ કોરોના દર્દી મળતા અને હોટસ્પોટ બનેલ રાંદેર અને અઠવા ઝોન સાથે લીંબાયતમાં પણ કોરોના વધી રહ્યો છે. જેને લઈને ખાસ કરીને 20 જેટલી બીઆરટીએસ 300 જેટલી બસ બધી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં 17 જેટલી સીટી બસ અને તે પણ લીબાયત અથવા રાંદેર અડાજણ પાલ જેવા વિસ્તારમાં તમામ રૂટ બંધ કરવામાં આવ્યા છે જોકે કાપડ ની ખરીદી કરવા માટે મોટા પ્રમાણ માં શહેર બહાર કે રાજય બહારથી વેપારી આવતા હોય છે અને તે કોરોના સંક્રમિત હોય અને સક્ર્મણ વધુ નહિ ફેલાવે તે માટે વેપારીઓને દર અઠવાડીએ કોરોના ટેસ્ટિગ કરવા સાથે શનિ રવિ માર્કેટ બંધ કરવાનું આહવાન કરવામાં આવ્યુ છે આ ઉપરાંત મનપા સંચાલિત બાગ બગીચા સાથે સ્વીમીંગ પુલ જે કોરોના હોસપોટ બની શકે છે તે તાત્કાલિક બધી કરવાના આદેશ કરવામાં આવ્યા છે જેને લઈને કોરોના સક્ર્મણ અટકાવી શક્ય પણ જે ગતિએ કોરોના સક્ર્મણ સુરત માં વધી રહ્યું છે જેને લઈને તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે.