માતા-પૂત્રીના ડબલ મર્ડર કેસ/ અમદાવાદ હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસમાં થયો ખુલાસો, કેટામાઇનનું ઇન્જેકશન આપી કરાઇ હત્યા!

કર્ણ હોસ્પિટલમાં ભેદી હત્યાના બનાવને લઇને અમદાવાદ પોલીસ સઘન તપાસ હાથ ધરી હતી અને આ કેસમાં મોટો ખુલાસો થયો છે

Top Stories India
2 1 2 અમદાવાદ હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસમાં થયો ખુલાસો, કેટામાઇનનું ઇન્જેકશન આપી કરાઇ હત્યા!
  • અમદાવાદના હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસ મામલો
  • મણિનગરની કર્ણ હોસ્પિટલમાં થઇ હતી હત્યા
  • કેટામાઇનનું ઇન્જેક્શન આપી કરી હત્યા
  • આરોપી મનસુખે પહેલા પુત્રી ભારતીને આપ્યું ઇન્જેક્શન
  • બાદમાં યુવતીની માતા ચંપાબેનને ઇન્જેક્શન આપ્યું

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારની કર્ણ હોસ્પિટલમાં માતાપુત્રીની હત્યા નો બનાવ સામે આવ્યો છે. કર્ણ હોસ્પિટલમાં ભેદી હત્યાના બનાવને લઇને અમદાવાદ પોલીસ સઘન તપાસ હાથ ધરી હતી અને આ કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી મનસુખે પહેલા પુત્રી ભારતીને ઇન્જેકશન આપ્યું હતું અને બાદમાં માતા ચંપા બેનને ઇન્જેકશ આપવાનું બહાર આવ્યું છે.

નોંધનીય છે કે અમદાવાદમાં ડબલ મર્ડર ના આ કિસ્સામાં માતાપુત્રીની હત્યાને ભેદી સંજોગોમાં મોત થયા છે. કાગડાપીઠ વિસ્તારમાં ભૂલાભાઇ પાર્ક પાસે સંકેત કોમપ્લેક્સમાં કર્ણ હોસ્પિટલમાં આ બનાવ બન્યો છે.શંકાની સોય હોસ્પિટલ કર્મચારી સામે તકાઇ આ બાબતે બહાર આવેલી માહિતી પ્રમાણે મૃતક યુવતી કર્ણ હોસ્પિટલમાં કામ કરતા કમ્પાઉન્ડ મનસુખની પરિચિત હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં શંકાની સોય આ મનસુખ સામે તકાઇ છે.અમદાવાદ પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો ગંભીરતાને જોઇ પોલીસ કાફલો કર્ણ હોસ્પિટલ પર ધસી આવ્યો હતો.

અમદાવાદની કર્ણ હોસ્પિટલમાં બેવડી હત્યાના પગલે મૃતકના પરિવારજનો સહિત સ્થળ પર ભારે હોબાળો જોવા મળ્યો હતો. પોલીસે  મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની વિવિધ કાર્યવાહી શરૂ કરીને ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી છે અને કમ્પાઉન્ડર મનસુખની અટકાયત કરવામાં આવી છે.