જીવનની યાત્રામાં ક્યાંક આવી ઘટનાઓ બને છે, જ્યાં વ્યક્તિ પોતાની હસી કાબુ કરી શકતી નથી. તુર્કીના શહેર ઇગ્નોલમાં એક શરાબીએ એવું કામ કર્યું કે બધાને હસાવી દીધા. નશામાં ધૂત યુવકે પોલીસને કલાકો સુધી પરેશાન કરી હતી. પોલીસને પણ ખબર નહોતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. તે વ્યક્તિ કલાકો સુધી પોલીસ સાથે પોતાને શોધતો રહ્યો.
આ પણ વાંચો :મેં ભારતની કોવિશિલ્ડ વેક્સિન લીધી છે : UN અધ્યક્ષ અબ્દુલ્લાહ શાહિદ
બન્યું એવું કે, તુર્કીના બુર્સા વિસ્તારના ઇગ્નોલ શહેર નિવાસી મુટલૂને કોઈ જોખમ નહોતું. વાસ્તવમાં તેમણે પોતાના મિત્રો સાથે ખૂબ દારૂ પી લીધો હતો અને નશામાં ચૂર થઈને ચાલતા ચાલતા જંગલ તરફ નીકળી ગયા હતા. લાંબા સમય સુધી તેમનો સંપર્ક ના સાધી શકાયો તો તેમના મિત્રો અને પત્નીએ મળીને શોધવાની શરુઆત કરી. ગાઢ જંગલમાં હરતા ફરતા મુટલૂને એક ટીમ મળી જે કોઈ લાપતા વ્યક્તિની શોધ કરી રહી હતી.
આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ મીડિયા રિપોર્ટીંગ પર પ્રતિબંધ લગાવ્યો
મુટલૂએ નિર્ણય લીધો કે તે પોલીસને સર્ચ ઓપરેશનમાં મદદ કરશે. કોઈને પહેલા તો ખબર ના પડી કે આ અભિયાન જેની માટે ચાલી રહ્યું છે તે વ્યક્તિ સાથે હાજર જ છે. નશામાં ચૂર વ્યક્તિએ કલાકો સુધી પોતાને શોધ્યો. ત્યારપછી ખબર પડી કે મુટલૂની જ મિસિંગ રિપોર્ટ નોંધાવવામાં આવી હતી. જ્યારે સર્ચ ઓપરેશનની એક ટીમે જંગલમાં જોરથી તેના નામની બૂમ પાડી ત્યારે આખી વાતનો ખુલાસો થયો.
આ પણ વાંચો :જર્મન કોર્ટે 11,412 લોકોની હત્યામાં સામેલ હોવાના આરોપમાં 96 વર્ષીય નાઝી મહિલા સામે વોરંટ જારી કર્યું
પોતાનું નામ સાંભળીને મુટલૂ પોલીસ પાસે ગયો અને કહ્યું કે, જણાવો શું થયુ? ત્યારપછી આખી વાતનો ખુલાસો થયો. મુટલૂએ પોલીસ સ્ટેશન જઈને પોતાનું નિવેદન નોંધાવ્યુ ત્યારપછી અધિકારીઓએ તેને ઘરે પહોંચાડ્યો. રિપોર્ટ અનુસાર, મુટલૂને ડર હતો કે દારુ પીધો હોવાને કારણે તેનો પરિવાર ક્યાંક નારાજ ના થઈ જાય.
આ પણ વાંચો : પેશાવરમાં શીખ હકીમની ગોળી મારી હત્યા કરવામાં આવી
આ પણ વાંચો :આ કૂતરાનાં દુનિયામાં સૌથી લાંબા કાન છે, Guinness Book of World Records’ માં નોંધાયું છે નામ
આ પણ વાંચો :પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે ‘હંજ’
