bangladesh news/ તીસ્તા જળ વિવાદ પર બાંગ્લાદેશ આક્રમક: હવે ભારત નહીં, ચીન સાથે કરારની તૈયારી

પશ્ચિમ બંગાળમાં રાજકીય બદલાવ બાદ ઢાકાનું વલણ કડક, તીસ્તા પ્રોજેક્ટ (Teesta Tension) માટે ચીન સાથે ભાગીદારીની તૈયારી

Top Stories World Breaking News
Teesta Tension: બાંગ્લાદેશ ચીન સાથે હાથ મિલાવશે

Bangladesh News: દક્ષિણ એશિયાના રાજકીય પરિસ્થિતિમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તીસ્તા નદી (Teesta Tension)ના જળ વહેંચણી મુદ્દે બાંગ્લાદેશે હવે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે અને ભારતની રાહ જોવાને બદલે ચીન સાથે આગળ વધવાની તૈયારી દર્શાવી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને તાજેતરમાં સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ હવે તીસ્તા જળ કરાર (Teesta Tension) માટે વધુ સમય સુધી રાહ નહીં જુએ. તેમણે જણાવ્યું કે તીસ્તા નદી પ્રોજેક્ટ બાંગ્લાદેશ માટે અત્યંત મહત્વનો છે અને આ માટે તેઓ ચીન સાથે સહકાર વધારવા તૈયાર છે.

Teesta Tension વધ્યો 

રહેમાન ટૂંક સમયમાં ચીનની મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે બેઠક કરશે. આ બેઠકમાં તીસ્તા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. બાંગ્લાદેશ આ પ્રોજેક્ટ માટે ચીન પાસેથી ઓછા વ્યાજે લોન અને મોટા રોકાણની અપેક્ષા રાખે છે.

Teesta water dispute
Teesta water dispute

આ ઘટનાક્રમ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલા રાજકીય પરિવર્તન બાદ આવ્યો છે. જ્યારે રહેમાનને પૂછવામાં આવ્યું કે શું બંગાળમાં નવી સરકારના કારણે કોઈ ફેરફાર આવશે, ત્યારે તેમણે કહ્યું કે બાંગ્લાદેશ હવે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે અને વધુ રાહ નહીં જુએ.

તીસ્તા નદી (Teesta Tension)નો વિવાદ લાંબા સમયથી ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે અટવાયેલો છે. બંને દેશો વચ્ચે 54 નદીઓ વહે છે, જેમાંથી માત્ર ગંગા અને કુશિયારા નદી પર જ સત્તાવાર કરાર થઈ શક્યો છે. તીસ્તા નદીના પાણીના વહેંચણી માટે 1983માં એક આંતરિક સમજૂતી થઈ હતી, પરંતુ તે સંપૂર્ણ રીતે અમલમાં આવી શકી નહોતી.

પછી 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ (Prime Minister Manmohan Singh) અને 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના સમયમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારના વિરોધને કારણે આ કરાર અટકી ગયો હતો.હવે બાંગ્લાદેશનો ચીન તરફનો ઝુકાવ દક્ષિણ એશિયામાં નવા રાજકીય અને વ્યૂહાત્મક સમીકરણો ઊભા કરી શકે છે. આ પરિસ્થિતિ ભારત માટે પણ કૂટનીતિક રીતે મહત્વપૂર્ણ બની રહી છે.


આ પણ વાંચો:મિડલ ઈસ્ટ યુદ્ધની આડઅસર, બાંગ્લાદેશમાં ડિઝલની અછતને કારણે નેટવર્ક બ્લેકઆઉટનું જોખમ

આ પણ વાંચો:બાંગ્લાદેશની પદ્મા નદીમાં બસ દુર્ઘટના, 23 લોકોના મોત, અનેક હજુ લાપતા

આ પણ વાંચો:તેલ સંકટ વચ્ચે ભારતની મદદ, પાઇપલાઇન દ્વારા બાંગ્લાદેશ મોકલવામાં આવ્યું 5,000 ટન ડીઝલ