Jamnagar News/ જામનગરમાં 19 વખત દારૂના ગુનામાં પકડાયેલો આરોપી ફરીથી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

નાઘેડી તરફથી કારમાં ઈંગ્લીશ દારૂ ભરીને જામનગરમાં આવી રહ્યો છે.

Gujarat Top Stories Breaking News

Jamnagar News: જામનગર(Jamnagar)માં ગોકુલ નગર વિસ્તારમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી 19 જેટલા દારૂના ગુનામાં પકડાયેલા એક બુટલેગરને કારમાં ઈંગ્લીશ દારૂ(Liquor)ની હેરાફેરી કરવા અંગે પકડી પાડયો છે. પોલીસે 106 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા અને કાર સાથે બે શખ્સોની અટકાયત કરી છે, જ્યારે 23 જેટલા ગુનામાં સંડોવાયેલા નાઘેડીના રામ ઉર્ફે રામકો નામના શખ્સ એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.

આદરોડાની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતો કેયુર ઉર્ફે કઇલો ગિરીશભાઈ ડોબરીયા કે જેની સામે જામનગર શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને વેચાણ અંગેના 19 ગુના નોંધાયા છે, જેના પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.

દરમિયાન સિટી સી. ડિવિઝનના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપરોક્ત બુટલેગર દ્વારા એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, અને નાઘેડી તરફથી કારમાં ઈંગ્લીશ દારૂ ભરીને જામનગરમાં આવી રહ્યો છે.

જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ અયોધ્યા નગર શેરી નંબર 6 પાસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન જીજે ટેન સી. એન. 3591 નંબરની ડસ્ટન કંપનીની ‘રેડી ગો’ કાર પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે કારમાંથી 106 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા સવા લાખની માલમતા કબજે કરી હતી, જયારે કારની અંદર બેઠેલા કેયુર ઉર્ફે કઈલો ગિરીશભાઈ ડોબરીયા તેમજ તેના સાગરીત ગુમાનસિંહ તખુભા જાડેજાની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ ચલાવવામાં આવી હતી, જે દરમિયાન તેઓએ ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગર નજીક નાઘેડી માં રહેતા રામ ઉર્ફે રામકો જીવાભાઇ મોઢવાડિયા નામના મેર જ્ઞાતિના શખ્સએ સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું. જે આરોપી સામે દારૂ અને મારા મારી સહિતના 23 ગુનાઓ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે. જેને ઉપરોક્ત દારૂના કેસમાં ફરારી જાહેર કરાયો છે અને પોલીસ તેને શોધી રહી છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરના જિલ્લા કલેકટર તરીકે કેતન ઠક્કરની નિયુક્તિ

આ પણ વાંચો:જામનગર શહેરમાં સાતમો રોડ શરૂ કરવા વહીવટી તંત્રની કવાયત

આ પણ વાંચો:જામનગરમાં ખંભાળિયામાં મફત ચા પીવા લુખ્ખા તત્વોએ કર્યો હંગામો