Jamnagar News/ જામનગરમાં ખંભાળિયામાં મફત ચા પીવા લુખ્ખા તત્વોએ કર્યો હંગામો

હાથમાં પહેરેલી મૂઠ સહિતના હથિયાર વડે હોટલ સંચાલક બંધુઓ બીજલ ભરવાડને સાગર ભરવાડ પર હિચકારો હુમલો કરી દીધો હતો.

Top Stories Gujarat Others Breaking News

Jamnagar News: જામનગર(Jamnagar)માં ખંભાળિયા (Khambhaliya) નાકા બહાર આવેલી શક્તિ હોટલમાં રાત્રિના 10:00 વાગ્યાના અરસામાં મફત ચા પીવા આવેલા ચારથી પાંચ શખ્સોએ હંગામો મચાવ્યો હતો અને હોટલમાં તોડફોડ કરી હતી. તેમજ ભરવાડ બંધુઓ પર મુઠ સહિતના હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે.

આ હુમલા(Attack)ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી શક્તિ ચાની હોટલ કે જ્યાં ગઈકાલે રાત્રિના  10:00 વાગ્યાના અરસામાં હોટલ સંચાલક બીજલભાઇ ભરવાડ તથા તેનો ભાઈ સાગરભાઇ ભરવાડ કે જેઓ હોટલમાં ચાનું વેચાણ કરી રહ્યા હતા, જે દરમિયાન ચારથી પાંચ શખ્સો ચા પાણી પીવાના બહાને આવ્યા હતા.

તેઓએ ચા પીધા બાદ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, અને હોટલમાં હંગામા મચાવી દીધો હતો. અને તકરાર કરીને હોટલમાં રાખવામાં આવેલી ચાની પ્યાલીઓ પ્લાસ્ટિકના કેરેટ સહિતનો માલસામાન વેરણ છેરણ કરી નાખ્યો હતો અને હાથમાં પહેરેલી મૂઠ સહિતના હથિયાર વડે હોટલ સંચાલક બંધુઓ બીજલ ભરવાડને સાગર ભરવાડ પર હિચકારો હુમલો કરી દીધો હતો.

જેથી બંને ઈજાગ્રસ્ત બંધુઓને રાત્રિના સમયે સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં તાત્કાલિક અસરથી બંનેની પ્રાથમિક સારવાર કરી દેવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલામાં અજ્ઞાત શખ્સો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગર કાલાવડ ધોરી માર્ગ પર ટ્રિપલ અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યુ

આ પણ વાંચો:જામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રીક્ષા ચાલકની હત્યા

આ પણ વાંચો:જામનગરમાં શેડ ખરીદવાના બહાને વેપારી સાથે રૂ.1.40 કરોડની છેતરપિંડી