Not Set/ અમદાવાદમાં રાત્રી કર્ફ્યુંના ઉડ્યા ધજાગરા, જાહેરમાં તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ

અમદાવાદમાં કોરાનાની મહામારી વચ્ચે બાપુનગરમાં એટલાક શખ્સોએ ભેગા થઈને ગુરુવારે રાતે 12 વાગે તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઘટનાનો વિડિયો હાલ સોશાયિલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ મામલે બાપુનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિ હોવા છતાં પણ આવા નબિરાઓ કાદાયાનો ભંગ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં કોરાનાની મહામારી વચ્ચે બાપુનગરમાં એટલાક શખ્સોએ ભેગા થઈને ગુરુવારે રાતે 12 વાગે તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઘટનાનો વિડિયો હાલ સોશાયિલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ મામલે બાપુનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

આપને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિ હોવા છતાં પણ આવા નબિરાઓ કાદાયાનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો અને આ નબીરાઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા.

બાપુનગર વિસ્તારમાં સુરેશસિંહ રાજપુરોહિત નામના વ્યક્તિ સહિત કેટલાક લોકો વગર માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસનો ભંગ કરીને તલવારથી કેક કાપતા હતા. આ મામલે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો મામલે પોલીસે ખરાઈ કરતા ઘટનાની પૃષ્ટિ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.