હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં પણ લગ્ન અંગેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આવામાં જામનગર સહીત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી જામનગર માં લીલા તોરણે પાછી ફરેલ જાનનો કિસ્સો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, લગ્ન પ્રસંગોમાં ના થવા જોઈતા અમુક વ્યવહાર અને અમુક વિધિની સ્પષ્ટતા વગર જ થાય ત્યારે કેટલાય કિસ્સાઓમાં બબાલ સર્જાતી હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે, જામનગર ના આ કિસ્સાની જે રીતે વિગતો સામે આવી રહી છે, તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો..
આ પણ વાંચો :ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ 20 માછીમારો આજે પહોંચશે માદરે વતન
જામનગર ના લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવાનને જામનગરની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો,અને બન્ને એ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેના પરિવારજનોએ સંમતિ આપતા તા. 20ના લગ્ન યોજાયા હતા. જેઓનો લગ્ન સમારંભ જામનગરની એક હોટલમાં યોજાયો હતો. જે લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હન પક્ષ દ્વારા સામાન્ય રીવાજ મુજબ જેમ દરેક લગ્નપ્રસંગોમાં જોવા મળે છે તેમ વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી. ત્યારે વરરાજા દ્વારા નાક પકકવાની ના પાડી હતી. જેથી કન્યા પક્ષ દ્વારા ખાલી નાકને સ્પર્શ કરવાની વાત કરાઈ હતી. પરંતુ વર પક્ષને તે પણ મંજૂર ન હતુ. તેઓએ નાકને સ્પર્શ કરવાની પણ ના પાડી હતી. જેને લઈને બંને પરિવાર લગ્ન મંડપમાં બાખડી પડ્યા હતા. બંને પરિવારના મોભીઓ નાની અમથી વાતને લઈને ઝઘડી પડ્યા હતા.
દરમિયાન કન્યા પણ મેદાને આવી ગઈ હતી અને પોતાની માં સહિતના સબંધીઓનું અપમાન સહન ના થતા તેણીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.કન્યાએ હિમ્મતભેર લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી વળી જવા કહ્યું હતું જેથી જાન લીલા તોરણે પાછી ફરી હતી ત્યારબાદ વડીલો વચ્ચે વાતચીત થઇ હતી પરંતુ આ વાતચીત અધૂરા સંબંધને જોડી શકી ન હતી અને જાન લીલા તોરણે પરત ફરી હતી.બાદમાં કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી ગિફટ પણ પરત મોકલાવી દીધી હતી. આમ નાકના પ્રશ્ને લગ્ન ફોક થયાનો આ કિસ્સો ભારે ચર્ચાનું કેન્દ્ર બની જવા પામ્યો છે.
આ પણ વાંચો :રાજકોટમાં લગ્નના દાંડિયારાસમાં વારરાજાનું માતાનું મોત, મંગળ ઘડી ફેરવાઇ અમંગળમાં
આ પણ વાંચો :જુહાપુરામાં કાતીલ હસીનાની પતિને ધમકી, આજે કાગળો સળગાવ્યા છે, હવે તને પણ…
આ પણ વાંચો :રાજકોટમાં બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટ્યો, 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત
આ પણ વાંચો :કેનેડામાં મૃત્યુ પામેલા લોકો અંગે પૂર્વ ડે.CMનું નિવેદન, કહ્યું- અહીં તકો મળતી નથી એટલે…
