સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક ગેડીયા ગામે પોલીસ દ્વારા એન્કાઉન્ટર થયાના મોટા સમાચાર સામે આવ્યા છે. આ એનકાઉન્ટરમાં ગુજસીટોકના આરોપી વોન્ટેડ મુન્નો અને તેના દીકરા મદીનનું મોત થયું છે. આ બંને વ્યક્તિ ગંભીર ગુના ગુકસીટોકના આરોપી હતા. વૉન્ટેડ આરોપીને પકડવા પોલીસ પહોચી હતી. મળેલી માહિતી અનુસાર ત્યારે પોલીસ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો.આ હુમલામાં જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્ને આરોપીના મોત નીપજ્યા છે. ફાયરિંગ દરમિયાન બે વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના ઘટતા એલસીબી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.આ મામલે પરિવારજનોએ તેમના મૃતહેહ સ્વીકારવાની ના પાડી દીધી છે,ન્યાયની ગુહાર લગાવી છે,
ઉલ્લેખનીય છે કે એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આરોપીઓના પરિવારે પીએસઆઇ જાડેજા પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે , છે. પોલીસે એ સગીર આરોપીને પણ ગોળી મારીને ઠાર કર્યો છે પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
નોધનીય છે કે પોલીસ પર હુમલો થતાં જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્ને આરોપીના મોત નીપજ્યા છે. ફાયરિંગ દરમિયાન બે વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના ઘટતા એલસીબી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.
