up news/ રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈની પહેલી તસવીર આવી સામે, જુઓ ચહેરા પરની રોનક

રિંકુ અને પ્રિયા એકબીજાનો હાથ પકડીને લખનૌની ‘ધ સેન્ટ્રમ’ હોટલના હોલમાં પહોંચ્યા હતા.

Top Stories Breaking News Sports

UP News: ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની સગાઈ આજે (8 જૂન) લખનૌની સેન્ટ્રમ હોટેલમાં થઇ રહી છે. ક્રિકેટ અને રાજકારણની બંને પ્રખ્યાત હસ્તીઓ રિંગ સેરેમનીમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. હવે સપાના વડા અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને જયા બચ્ચન તેમની સગાઈમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે. આ ઉપરાંત ક્રિકેટ જગતના પ્રવીણ કુમાર પણ પહોંચી ગયા છે. હવે રિંકુ અને પ્રિયાની સગાઈની પહેલી તસવીર સામે આવી છે.

લખનઉ શહેરની ફાઇવ સ્ટાર હોટલ ‘ધ સેન્ટ્રમ’ ખાતે સગાઈનો સ્ટેજ ગોઠવવામાં આવ્યો છે. અભિનેતા અમિતાભ બચ્ચન, ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર, પીયૂષ ચાવલા અને યુપી રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ પહોંચ્યા છે.

પ્રિયા દિલ્હીની પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મહિમા મહાજન દ્વારા ડિઝાઇન કરાયેલ લહેંગો પહેર્યો છે. રિંકુએ શેરવાની પહેરી છે. અખિલેશ, ડિમ્પલ યાદવ અને સાંસદ ઇકરા હસન રિંગ સેરેમનીમાં હાજર છે. પ્રિયાએ રિંગ સેરેમની માટે મેનુ ફાઇનલ કરી દીધું હતું. તેમાં બંગાળી મીઠાઈઓને પ્રાફરેન્સ આપવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં હવામાન સ્વચ્છ, ચાહકો ફાઇનલ જોવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે

આ પણ વાંચો:અમદાવાદમાં આજે ટોસ હશે બોસ..? એક ઇનિંગમાં 200 થી વધુના સ્કોરની શક્યતા…

આ પણ વાંચો:અમદાવાદમાં મુશળધાર વરસાદ,IPL Finalમાં વરસાદનું વિઘ્ન