OMG!/ એલોન મસ્ક સહિત વિશ્વનાં ઘણા અબજોપતિઓની સંપત્તિમાં થયો ઘટાડો

વિશ્વના અબજોપતિઓની યાદીમાં વધઘટ થતી રહે છે, તેમની સંપત્તિમાં ઘટાડો થતો રહે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અબજોપતિઓની સંપત્તિમાં આવેલા ઉતાર-ચઢાવનાં આધારે યાદી ઉપર અને નીચે કરતા રહે છે.

World
એલોન મસ્ક
  • એલોન મસ્કની સંપતિમાં મોટો ઘટાડો
  • એક જ ઝાટકે 15 અબજ ડોલરનું ધોવાણ
  • ટેક્નોલોજી શેરના ભાવ ગગડતા પડ્યું ગાબડું
  • જેફ બેજોસની સંપતિમાં 2.7 અબજ ડોલરનો ઘટાડો
  • 10 અબજોપતિઓની સંપતિ 27.4 અબજ ડોલર ઘટી

વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સનાં માલિક એલોન મસ્કને ભારે નુકસાન થયું છે. એક અહેવાલ અનુસાર, ટેસ્લા ઇન્કનાં શેરમાં વધારો થવાને કારણે શુક્રવારે મસ્કની સંપત્તિમાં 15.2 અબજ (રૂ. 1,13,208 કરોડ)નો ઘટાડો થયો છે.

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

તેમાં કહેવામાં આવ્યું છે કે, ફુગાવો અને નાણાકીય ઇમરજન્સીની સંભાવનાને કારણે ટેકનિકલ શેરોમાં ઘટાડો થયો છે અને તેનો ટેસ્લા પર મોટો પ્રભાવ પડ્યો છે. તેના શેર ઘટીને 268.9 અબજ થઇ ગયા હતા. ગુરુવાર સુધીમાં, મસ્કની કુલ સંપત્તિ લગભગ $284 બિલિયન હતી. દુનિયાનાં અન્ય અમીરોની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. મસ્ક બાદ આ યાદીમાં એમેઝોનનાં જેફ બેઝોસ ટોપ પર છે. બેઝોસની સંપત્તિમાં 2.7 અબજનો ઘટાડો થયો છે. Amazon Inc.નાં શેર શુક્રવારે 1.4 ટકા ઘટ્યા હતા. ઘટાડા પછી, જેફ બેઝોસની નેટવર્થ વધીને 195 અબજ થઈ ગઈ હતી. અહેવાલ અનુસાર, ટોચનાં 10 યુએસ ટેક અબજોપતિઓની સંયુક્ત સંપત્તિમાં સંયુક્ત રીતે 27.4 અબજનો ઘટાડો થયો છે. વિશ્વના અબજોપતિઓની યાદીમાં વધઘટ થતી રહે છે, તેમની સંપત્તિમાં ઘટાડો થતો રહે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અબજોપતિઓની સંપત્તિમાં આવેલા ઉતાર-ચઢાવનાં આધારે યાદી ઉપર અને નીચે કરતા રહે છે. અચાનક વિશ્વનાં અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે જે ચોકાવનારુ છે. વિશ્વનાં ટોચનાં 15 અબજોપતિઓમાંથી 12ની સંપત્તિમાં અચાનક ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, ટેસ્લા કિંગ એલોન મસ્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનાં ચેરમેન અને ભારતનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, અદાણી ગ્રૂપનાં વડા ગૌતમ અજાની સહિત અનેક અબજોપતિઓની સંપત્તિ એક જ ઝાટકે નીચે આવી ગઈ છે.

આ પણ વાંચો – નવી મુસિબત / સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા Omicron વેરિઅન્ટથી અત્યાર સુધી નથી થયુ કોઇ મોત : WHO

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની વેબસાઈટ અનુસાર, વિશ્વનાં ટોચનાં 15 અમીરોમાંથી 12ની સંપત્તિ એક જ ઝટકામાં ઘટી ગઈ છે. તેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, એલોન મસ્ક, એમેઝોનનાં ડેફ બેઝોસ, સ્ટીવ વોલમર, લેરી એલિસન જેવા મોટા નામ સામેલ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની ટોચની 15 યાદીમાંથી વોરેન બફેટ, ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ અને ઝોંગ શાનશાનને બાદ કરતાં 12 અબજોપતિઓએ તેમની સંપત્તિનો મોટો હિસ્સો ગુમાવી દીધો છે. ટેસ્લા કિંગ એલોન મસ્કની સંપત્તિમાં અચાનક $15.2 બિલિયનનો ઘટાડો થયો, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં $3.13 બિલિયનનો ઘટાડો થયો. આ ઘટાડા બાદ અંબાણીની સંપત્તિ ઘટીને $90.6 બિલિયન થઈ ગઈ છે. જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ $535 મિલિયન ઘટીને $77.2 બિલિયન થઈ, જેફ બેઝોસને $2 બિલિયનનું નુકસાન થયું.