Free rationing/ ફ્રી રાશન યોજના જૂન 2024 સુધી લંબાઈ શકે છે, તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો?

મોદી સરકાર ફ્રી રેશન યોજનાને જૂન 2024 સુધી લંબાવી શકે છે. દેશના ગરીબોને મફત રાશન આપતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે.

Top Stories India

નવી દિલ્હીઃ મોદી સરકાર ફ્રી રેશન યોજનાને Free ration scheme જૂન 2024 સુધી લંબાવી શકે છે. દેશના ગરીબોને મફત રાશન આપતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ યોજનાને વિસ્તારવા પર વિચાર કરી રહી છે. તેની સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, PMGKAYનું વિસ્તરણ પાછળ 12,500 કરોડનો ખર્ચ થશે.

PMGKAYના છ મહિનાના વિસ્તરણથી Free ration scheme સરકારને આશરે રૂ. 12,500 કરોડનો ખર્ચ થશે. યોજના ચાલુ રાખવાનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર લાભાર્થીઓ પાસેથી ચોખા માટે 3 રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં માટે 2 રૂપિયા પ્રતિ કિલો વસૂલશે નહીં. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ સરકાર દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં/ચોખા આપે છે. ઉપરાંત, અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ આવરી લેવાયેલા પરિવારોને દર મહિને 35 કિલો અનાજ મળે છે.

જેની કિંમત લગભગ 3.91 લાખ કરોડ રૂપિયા છે

ગયા વર્ષે ડિસેમ્બરમાં, સરકારે પ્રધાનમંત્રી Free ration scheme ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ને (2022 પછી) ન વધારવાનો નિર્ણય કર્યો, જે હેઠળ તે 80 કરોડ લાભાર્થીઓમાંથી પ્રત્યેકને 5 કિલો વધારાના ચોખા/ઘઉં આપી રહી હતી. પ્રથમ કોવિડ-19 વેવ વચ્ચે એપ્રિલ 2020 માં તેની શરૂઆત થઈ ત્યારથી, PMGKAY ની તિજોરી પર લગભગ રૂ. 3.91 કરોડનો ખર્ચ થયો. FY2024 માં ફૂડ સબસિડી 30% ઘટીને Rs 1.97 લાખ કરોડ થવાનો અંદાજ છે, જે FY2023 માં Rs 2.81 લાખ કરોડ હતો. જો કે, આ નિર્ણય વડાપ્રધાનના નેતૃત્વમાં કેબિનેટ દ્વારા લેવામાં આવશે.

 

આ પણ વાંચોઃ  ઓટોમોબાઇલ સેક્ટર/ ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ 2030 સુધીમાં વિશ્વમાં ત્રીજા નંબરનો ઓટો ઉદ્યોગ બની જશે

આ પણ વાંચોઃ Largest Car Manufacturing Country/ ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાર ઉત્પાદક દેશ બનશે, આ ક્ષેત્રમાં લાખો નવી નોકરીની તકો ઊભી થશે

આ પણ વાંચોઃ Jio AI Model/ ભારત માટે સ્પેશિયલ AI મોડલ તૈયાર કરશે  Jio, ઘણા મોટા ક્ષેત્રો તેનો લાભ મેળવી શકશે

આ પણ વાંચોઃ FACEBOOK/  Facebook સપ્ટેમ્બરથી બંધ કરી રહ્યું છે આ એપ, આજે જ કરો ડેટા સેવ, નહીં તો થઇ શકે છે નુકસાન

આ પણ વાંચોઃ OMG!/ ફોન ચાર્જ કરવો પડ્યો મોંઘો, 9 મહિનાની ગર્ભવતી મહિલાનું મોત! એક ભૂલ લઇ શકે છે જીવ