OMG!/ આ છોકરીએ એવા સ્ટંટ કર્યા કે, વિડીયો જોઇને લોકો કહી રહ્યા છે ‘શરીરમાં હાડકા છે કે નહિ?’

જ્યારથી ઈન્ટરનેટ આવ્યું છે, ત્યારથી આપણે પ્રતિભાશાળી લોકો વિશે જાણવા લાગ્યા છીએ. સોશિયલ મીડિયાના આગમન સાથે બાળકોની પ્રતિભા જોવા મળે છે

Ajab Gajab News

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે.

દુનિયામાં જ્યારથી ઈન્ટરનેટ આવ્યું છે, ત્યારથી આપણે પ્રતિભાશાળી લોકો વિશે જાણવા લાગ્યા છીએ. સોશિયલ મીડિયાના આગમન સાથે બાળકોની પ્રતિભા જોવા મળે છે. દરરોજ કોઈ ને કોઈ પોસ્ટ વાયરલ થાય છે. આજે પણ એક છોકરીની પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટમાં છોકરી રબર જેવી દેખાય છે. જોનારાઓ માની શકતા નથી કે, છોકરીનું શરીર કેટલું અદભૂત છે. છોકરી પાર્કમાં આશ્ચર્યજનક સ્ટંટ કરતી જોવા મળે છે.

એક છોકરી જિમ્નાસ્ટની જેમ સ્ટંટ કરી રહી છે. એવું લાગે છે કે, આ છોકરીના શરીરમાં કોઈ હાડકા નથી. આ વીડિયો પોસ્ટ થતાં જ તે ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આ છોકરીનું આ પરાક્રમ જોઈને બધા સ્તબ્ધ છે. લોકો આ વીડિયોને ઉગ્રતાથી શેર કરી રહ્યા છે.

આ વિડીયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર એરિયલસોચી નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને સેંકડો લોકોએ કોમેન્ટ કરી છે. તમામ યુઝર્સ આ છોકરીની પ્રશંસા કરી રહ્યા છે.