ભાવનગર/ ભક્તોને કલંકમાંથી મુક્તિ અપાવતા અરબી સમુદ્રના દેવ એટલે નિષ્કલંક મહાદેવ, આવો જાણીએ તેમના વિશે રસપ્રદ માહિતી

શિવલિંગના દર્શન દિવસમાં માત્ર એક જ વાર થાય છે. જ્યારે સમુદ્રમાં ભરતી આવે ત્યારે શિવલિંગ પાણીમાં થઈ જાય છે ગરકાવ.

Dharma & Bhakti
નિષ્કલંક શિવલિંગના દર્શન દિવસમાં માત્ર એક જ વાર થાય છે. જ્યારે સમુદ્રમાં ભરતી આવે ત્યારે શિવલિંગ પાણીમાં થઈ જાય છે ગરકાવ.

સમુદ્ર જેનો અભિષેક કરે, ભક્તોને કરે છે કલંકમાંથી મુક્ત એવા અરબી સમુદ્રના દેવ એટલે નિષ્કલંક મહાદેવ. જેનો મહિમા મહાભારત સાથે જોડાયેલો છે. જે ભાગનગરના કોળિયાક ગામ નજીક આવેલ અરબી સમુદ્રમાં સમુદ્ર તટથી અંદર 1 કિલોમીટર દૂર આવેલું છે અને સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા ભાવિક ભક્તો દુર દુરથી આવે છે. આ નિષ્કલંક મહાદેવે પાંડવોને પણ કલંકથી મુક્ત કર્યા હતા. એવો જાણીએ મહાદેવનો મહિમા…

જેણે પાંડવોને પણ કર્યા હતા નિષ્કલંક એવા સમુદ્રના સ્વામી એટલે નિષ્કલંક મહાદેવ - OTT India

અરબી સમુદ્રમાં મધ દરિયે શિવજી બિરાજ્યા છે. તેનો ઈતિહાસ પણ રોચક છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુધ્ધ પછી પાંડવો ગુરુઓના વધના કલંકથી મુક્ત થવા અહીં આવ્યા હતા. અને કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી. તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી જેનાથી યુધ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તી મળતાં તેઓ નિષ્કલંક થયા. અને તેથી આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. પાંડવો દ્વારા સ્થાપિત પૌરાણિક નિષ્કલંક મહાદેવના દર્શનનો સમય પણ ચંદ્રની સમય અનુસાર છે. શિવલિંગના દર્શન દિવસમાં માત્ર એક જ વાર થાય છે. જ્યારે સમુદ્રમાં ભરતી આવે ત્યારે શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જ્યારે ઓટ આવે ત્યારે શિવલિંગ  બહાર આવે છે. નિષ્કલંક મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. દરિયામાં ભરતી આવે છે ત્યારે માત્ર મંદિરની ધજા જ દેખાય છે. નિષ્કલંક મહાદેવને ખુદ સમુદ્ર જળાભિષેક કરે છે.

શ્રેણી : ગુજરાતના મેળાઓ. ભાગ 5 : નકળંગ નો મેળો – યાયાવરwords

પાંડવોના પાપ દુર કરનાર ભોળાનાથના શરણે આવનાર ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. અહીં શ્રાવણ અને ભારદવા માસની અમાસે મેળો ભરાય છે. ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. શ્રાવણ માસની અમાસે અરબી સમુદ્રમાં ગુંજી ઉઠે છે હર હર મહાદેવના નારા. સમુદ્રમાં સ્નાન કરી ભક્તો કરે છે નિષ્કલંક મહાદેવની પુજા અર્ચના. નિષ્કલંક મહાદેવ નકળંક મહાદેવના નામથી પણ છે પ્રખ્યાત. અહીં સ્વજનોની અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે. તેવી પણ માન્યતા જોડાયેલી છે

અમદાવાદ/ ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ, ૮૧ તળાવો AMCને જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા