Surat News: સરકાર ટેક્સ્ટાઇલ પોલિસીની જાહેરાત કરશે. સરકાર પાંચ વર્ષ માટે ટેક્સ્ટાઇલ પોલિસીની જાહેરાત કરશે. સુરતનો ટેકસ્ટાઇલ ઉદ્યોગ મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે. ટેક્સ્ટાઇલ પોલિસીમાં બ્લેક આઉટ પીરિયડ નહીં રાખવાની ખાતરી આપવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.
સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગનું આઠ હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ બહાર ગયું છે. આમ સુરતનો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ મહારાષ્ટ્રમાં જવા લાગતા સરકાર સફાળી જાગી ઉઠી છે. નવાપુર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં રોકાણ કરવામાં આવતા સરકાર જાગી છે. હવે 20 ટકા કેપિટલ સબસિડી આપવામાં આવશે. છ ટકા વ્યાજ સબસિડી અને પાવર સબસિડી મળે તેવી વેપારીઓને આશા છે.
ગુજરાતના તાપી જિલ્લાની સરહદ નજીક નવાપુરના વેપારીઓ પહોંચ્યા છે.નવાપુર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં રોકાણ કરતા સરકાર હવે જાગી છે. ગુજરાતની ટેક્સટાઈલ પોલિસી આ વર્ષે પૂરી થઈ ગઈ છે, જેથી ઉદ્યોગકારો 90 કિલોમીટર દૂર નવાપુરમાં યુનિટો શિફ્ટ કરી રહ્યાં છે. સુરતની ઈન્ડસ્ટ્રી હાલ અપગ્રેડેશન મોડમાં છે. પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકારની પોલિસી બંધ છે. ગુજરાતની પોલિસી કરતાં મહારાષ્ટ્રની પોલિસીમાં વધુ વળતર મળતું હોવાથી 3 વર્ષમાં 200થી વધુ યુનિટો શિફ્ટ થઈ ચુક્યાં છે.
મહારાષ્ટ્ર સરકારની ટેકસટાઈલ સબસિડી શું છે
મહારાષ્ટ્ર સરકારની ટેક્સટાઈલ પોલિસી છે. જેમાં રોકાણ પર 45 ટકા સબસિડી આપવામાં આવે છે. 45 ટકા સબસિડીમાંથી પહેલાં વર્ષે 40 ટકા રકમ અને બીજા વર્ષે 60 સબિસિડી રોકાણકારોના એકાઉન્ટમાં જમાં થઈ જાય છે. એટલે કે, 2 વર્ષમાં મશીનરીના કૂલ રોકાણના રૂપિયા પરત મળી જાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટેકસટાઈલ માર્કેટનો ધંધો ખૂબ વિશાળ છે અને સુરતમાં ટેકસટાઈલ માર્કેટ પણ મોટું છે.ટેક્સટાઈલ માર્કેટને લઈ વેપારીઓને મોટા સમાચાર આવતીકાલે અથવા આ સપ્તાહમાં મળી શકે છે જેમાં સરકાર ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરશે
આ પણ વાંચો: ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસો.ની નવી ટેક્સ્ટાઇલ પોલિસીની માંગ
આ પણ વાંચો: સુરતના અડાજણ ખાતેથી MD ડ્રગ્સ પકડાયું
આ પણ વાંચો: ગુજરાતની સંસદીય ચૂંટણીનાં 75 વર્ષમાં ઇતિહાસ સર્જયોઃ સુરતની બેઠક બિનહરીફ
