@રાબિયા સાલેહ
Surat News: રાજ્યમાં ટેક્સ્ટાઇલ પોલિસી (Textile Policy) જાહેર કરવા માંગ છે. વહેલી તકે ટેક્સ્ટાઇલ પોલિસી જાહેર કરવાની માંગ છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશને રજૂઆત કરી છે. ટેક્સટાઈલ પોલિસી જાહેર નહીં થતા રાજ્યની ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થવા સાથે અન્ય રાજ્યમાં વેપાર સ્થળાંતરની શક્યતા ને લઈ ફેડરેશન ઓફ ગુજરાત વીવર્ફોસ વેલફેર એસોસિયેશન (ફોગવા)એ ટેક્સટાઈલ નીતિ જાહેર કરવા માગ કરી છે.
ઉદ્યોગકારોની રાવથી છે કે રાજ્ય સરકાર દ્વારા જાહે૨ કરાયેલી ટેક્સટાઈલ પોલિસી ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થઈ ગઈ છે અને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો મે ૨૦૨૩થી નવી ટેક્સટાઈલ પોલિસી વહેલી તકે જાહેર કરવા ઉદ્યોગકારોની માગ ઉઠી છે.જો કે વારંવાર માંગ કરવા છતાં ઉદ્યોગકારોના હિતમાં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં ના આવતા ગુજરાત રાજ્યના ઉદ્યોગોને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની બૂમ પાડી રહી છે, જેથી તાત્કાલિક ધોરણે ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવાની ફોસ્ટા દ્વારા માગ કરવામાં આવી છે.
પોલિસી અંગે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિયેશન એટલે કે (ફોગવા)ના પ્રમુખ અશોકભાઈ જીરાવાલા એ મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ટેક્સટાઈલ પોલિસીની મુદત ઘણા સમય પહેલા જ પૂર્ણ થઈ ગઈ છે જે બાદ નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવા ફક્ત સુરત જ નહીં પરંતુ ગુજરાતના તમામ ચેમ્બર ઓફ કોમર્સ સહિત ફિક્કી અને અન્ય સંસ્થાઓ રાજ્ય સરકાર સમક્ષ અનેક મુદ્દા ઓ મૂકવામાં આવ્યા છે તેમ છતાં રજુઆતોનો પરિણામ આવી શક્યો નથી.
જો કે મહત્વ ના મુદ્દા ની વાત કરીએ તો બીજી તરફ ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે સ્પર્ધાત્કમ રાજ્ય તેલંગાણા, કર્ણાટક, બિહાર રાજ્ય સરકાર તરફથી ટેક્સટાઈલ ક્ષેત્રે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા આકર્ષક યોજનાઓની જાહેરાત કરી છે.પરંતુ વર્તમાન સમયે ગુજરાત રાજ્યની ટેક્સટાઈલ પોલિસીઓ અન્ય રાજ્યની પોલિસીઓની સ્પર્ધામાં દેખાતી પણ નથી
રાજ્યના ઉદ્યોગકારો છેલ્લા કેટલાક સમયથી આતુરતાપૂર્વક ટેક્સટાઈલ પોલિસીની રાહ જોઈ રહ્યા છે વ્યવહારિક છે કે ગુજરાત સરકારના ગારમેન્ટ પોલિસીની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે અને ટેકસટાઇલ દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં સ્થિતિ દર્શાવવા છતાં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવતી નથી.ત્યારે આજ ના વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા માટે રાજ્ય સરકારે ઉધોગકારો ની સ્થિતિ ને માન આપી નવી ટેક્સટાઈલ પું પોલિસી જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે. ટૂંક સમયમા જ જો નવી ટેકસટાઇલ પોલિસી જાહેર નહીં થાય તો ઉધોગકારોનો ઉદ્યોગ શૂન્ય બરાબર રહી જશે તેવી પણ ભીતિ ઉધોગકારોમાં સેવાઈ રહી છે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટેક્સટાઇલનું માર્કેટ મોટુ છે, માર્કેટને બુસ્ટઅપ કરવા માટે રાજ્ય સરકાર પોલિસી પણ બનાવે છે પરંતુ છેલ્લા સાત મહિનાથી ગુજરાતમાં ટેક્સટાઇલ પોલિસી પૂરી થઇ ગઇ છે અને હજુ સુઘી સરકારને નવી પોલીસી બનાવવાનો સમય મળ્યો નથી, જેને કારણે ગુજરાતમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાલમાં પાઇપલાઇનમાં અથવા તો કાગળીયા પર પડી રહ્યા છે. ઉદ્યોગકારોએ ટેક્સટાઈલમાં જે યુનિટોને એક્સપાન્ડ કરવાનું આયોજન બનાવ્યું છે તે આયોજન હાલ માત્ર કાગળ પર જ રહ્યું છે. હવે તો લોકસભા ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ અને કોઈપણ પ્રકારની આચાર સંહિતા નથી. છતાં રાજ્ય સરકારની અવગણનાના કારણે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને નુકસાની ભોગવવી પડી રહી છે. નવી ટેક્સટાઈલ પોલિસી લાગુ ન થવાથી ટેક્સટાઈલ ઉગ્યોને અનેક પ્રકારની નુકસાની ભોગવવી પડી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ
આ પણ વાંચો: બિહારમાં જાહેર થયેલી ટેક્સટાઈલ એન્ડ લેધર પોલિસી 2022 ગુજરાતીઓએ પણ છે જાણવા જેવી