Gandhinagar News: રાજ્યની ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલ વિધાનસભા (Assembly)ની કેન્ટીન (Canteen) વિવાદમાં આવી છે. વિધાસભાની અમૂલ કેન્ટીન (Amul Canteen)માં બનાવાતા ભોજન (Food)ની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. વિધાનસભાની કેન્ટીનમાં ભોજનમાં જમવામાં વાળ નીકળતા હોબાળો મચ્યો છે. જો રાજ્યના નેતાઓ જ દૂષિત ભોજનના ભોગ બની રહ્યા હોય તો પછી સામાન્ય નાગરિકોને કેવું ભોજન મળશે તેના પર હંગામો મચી જવા પામ્યો છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યો માટે ભોજન અને નાસ્તાની સુવિધા માટે કેન્ટીન ઉપલબ્ધ છે. અમુલની કેન્ટીનમાં વિવિધ પ્રકારના પકવાન અને ભોજન બનતા હોય છે. પરંતુ છેલ્લા બે દિવસથી અમુલ કેન્ટીનની ભોજનની ગુણવત્તા કથળી હોવાના કિસ્સા બન્યા છે. ગઈકાલે અમુલ કેન્ટીનમાં પુલાવની ડિસમાંથી વાળ નીકળ્યો હતો. અને હવે આજે તુરંત બીજા જ દિવસે વધુ એક નાસ્તામાંથી બિનઆરોગ્યપ્રદ વસ્તુ નીકળી. આજે અમુલ કેન્ટીનમાંથી સેવ ખમણીની ડીસમાંથી વાળ નીકળ્યો.
વિધાનસભાની કેન્ટીનમાંથી સતત બે દિવસ બિનઆરોગ્યપ્રદ વસ્તુ નીકળતા સ્વચ્છતા અને સ્વાસ્થ્ય મામલે સવાલો ઉઠી રહ્યા છે. બે દિવસના આ કિસ્સા પરથી અમુલ કેન્ટીનના મુખ્ય આયોજક પ્રત્યે ધારસભ્યો અને તેમના સ્ટાફ રોષે ભરાયો છે. આ મામલે યોગ્ય પગલા લેવા પણ અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં એકબાજુ ચોમાસાની સિઝન છે ત્યારે સરકાર ચાંદીપુરા ચેપગ્રસ્ત વાયરસથી દૂર રહેવા લોકોને સ્વચ્છતાનો આગ્રહ કરતી અપીલ કરી રહી છે. ત્યારે સરકારી બાબુઓના ભોજનમાં જ ગુણવત્તા કથળતી હોવાના કિસ્સા પરથી સામાન્ય નાગરિકોને સ્વચ્છતા મામલાને સલાહ આપનાર સરકાર આખરે કયારે અમલ કરશે?
આ પણ વાંચો: બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે રાજ્ય સરકારનો ‘કોકલિયર ઇમ્પ્લાન્ટ’ મામલે મોટો નિર્ણય
