સમગ્ર રાજય માં ધીમે ધીમે ચોમાસું સક્રિય થતું જોવા મળી રહ્યું છે .રાજયના અનેક શહેરોમાં વરસાદ ખાબક્યો છે .જેમના લીધે લોકોએ ગરમી માં રાહત અનુભવી છે.તેમજ હાશકારો અનુભવાયો છે .ત્યારેં આજે કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં 4.2 તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો પોત પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, આંચકાનું કેંદ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું છે.
કચ્છમાં 2001ના ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા ભૂકંપ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે . ત્યારે આજે બપોર ના સમય માં જ 3.45 કલાકે 4.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી ભચાઉ , ગાંધીધામ અને દુધઈ પંથક સુધી ધરા ધુજી ઊઠી હતી.
કચ્છમાં અત્યારે વરસાદી માહોલ જામી રહ્યો છે તેના વચ્ચે પૂર્વ કચ્છમાં આજે આવેલા આંચકાથી લોકો ગભરાઈ ઉઠ્યા હતા. અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારની બજારો અને ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા. ભચાઉ અને ગાંધીધામ ક્ષેત્રમાં ઘરે આરામ કરતા લોકો સફાળા બેઠા થઈ ગયા હતા. અને ભારે ઝણઝણાટી થતા બહાર તરફ દોડ્યા હતા. આંચકના પગલે હજુ સુધી કોઈ જગ્યાએથી નુક્શાનીના હેવાલ સાંપડ્યા નથી.
