Video/ પાલતુ કૂતરાના મોત પર ભવ્ય અંતિમયાત્રા, કરવામાં આવી તમામ વિધિ, જોઈને સૌની આંખો થઇ નમ

એક પરિવારે પોતાના પાલતુ કૂતરાના મોત પર એવી છેલ્લી યાત્રા કાઢી કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકોની આંખોમાં આંસુ આવી ગયા.

India Trending
કૂતરાના

કૂતરા એટલા બુદ્ધિશાળી હોય છે કે જો તેમને પ્રેમ કરવામાં આવે તો તેઓ માણસના શ્રેષ્ઠ મિત્રો બની જાય છે. કુતરા અને માણસોએ પણ સમયાંતરે આ વાત સાબિત કરી છે. કૂતરાની તેના માલિક પ્રત્યેની વફાદારી અને માલિકનો તેના પ્રત્યેનો પ્રેમ કંઈ નવી વાત નથી, પરંતુ કેટલાક કિસ્સાઓ એવા છે જે ઉદાહરણ બેસાડે છે. હવે આવો જ એક કિસ્સો ઓડિશાના પરાલાખેમુંડીમાં જોવા મળ્યો છે. અહીં રહેતા એક પરિવારે પોતાના પાલતુ કૂતરાના મોત પર એવી અંતિમયાત્રા કાઢી કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકોની આંખો નમ થઇ ગઈ.

મળતી માહિતી મુજબ પરલાખેમુંડીમાં રહેતા એક પરિવારે 17 વર્ષ પહેલા ‘અંજલિ’ નામનો કૂતરો પાળ્યો હતો. ત્યારથી તે આ પરિવાર સાથે રહેતો હતો. આ પરિવાર અને અંજલિ વચ્ચે એવો સંબંધ વિકસ્યો કે તે પરિવારની સભ્ય બની ગઈ. દરેક નાના-નાના નિર્ણયમાં અંજલિ પણ સામેલ હતી. પરિવાર દરેક નાની-નાની વાતમાં તેનું ધ્યાન રાખતો હતો.

હવે 17 વર્ષ પછી જ્યારે અંજલિનું અવસાન થયું ત્યારે પરિવાર સાવ ભાંગી પડ્યો અને રડી પડ્યો. પરિવારના સભ્યોએ તેને અંતિમ વિદાય આપવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બેન્ડવાજા સાથે ભારે ધામધૂમથી અંજલિની અનોખી સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. કૂતરાના માલિક તુન્નુ ગૌડાએ પોતે જ તેના મૃતદેહને હાથમાં લઈને સ્મશાનભૂમિ સુધી પહોંચાડ્યો હતો અને હિંદુ વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પાલનપુરના બે સગીરને વિચિત્ર બિમારી, વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા, જાણો શું છે લક્ષણો ?

આ પણ વાંચો:જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત

આ પણ વાંચો: શું જેપી નડ્ડાનું નિવેદન બિહારમાં ભાજપ માટે બન્યું સંકટ, નીતીશ કુમાર કેમ થયા ભ્રમિત