મોકૂફ/ વરને 2નો ઘડિયો ના આવડતા જાન લગ્ન મંડપમાંથી પરત ફરી

2 નો ઘડિયો ના આવડતાં લગ્ન તૂટીયા

India
tttable વરને 2નો ઘડિયો ના આવડતા જાન લગ્ન મંડપમાંથી પરત ફરી

સામાન્ય રીતે લગ્ન મંડપમાં વરમાળા સમયે  નાના-મોટા ઝઘડાને લીધે લગ્ન તૂટી જવાના અનેક કિસ્સાઓ સમાજમાં જાેવા મળે છે .પરતું  બે નો ઘડિયો ના આવડવાના કારણે લગ્ન તૂટીયા હોય એવો કિસ્સો પ્રથમ હશે.

ઉત્તરપ્રદેશના બલ્લાય ગામનો છે ત્યાનાં રહેવાસી રતિરામ અહિરવારે પોતાની દિકરી માયાનો લગ્ન ધવાર ગામના રણજીત અહિરવારના દિકરા રામકિશન સાથે નક્કી કર્યા હતા. 30 એપ્રિલે જાન લઇને જાનૈયાઓ પહોચી ગયા હતાં.શિક્ષિત દુલ્હન લગ્ન મંડપના સ્ટેજ પર પહોચી ત્યારે પોતાના ભાવિ પતિની ઉભા રહેવાની સ્ટાઇલથી તેનો અંદાજો આવ્યો કે તે અશિક્ષિત હશે,તેણે સ્ટેજ પર જ દુલ્હા રામકિશનને  2 નો ઘડિયો પુછીયો પરતું તેને આવડ્યું નહી તેથી દુલ્હને અશિક્ષિત દુલ્હાને લગ્ન કરવાની ના પાડી દીધી.

દુલ્હનના આ નિર્ણયથી લગ્ન મંડપમાં ચર્ચાનો વિષય બની ગયો.સંબધીઓએ દુલ્હનને સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પરતું તેણે સાફ શબ્દોમાં લગ્ન કરવાની ના પાડી દીધી. આ ઘટના પોલીસ મથકે પહોંચી પોલીસે હસ્તક્ષેપ કરીને બન્ને પક્ષનુ સમાધાન કરાવ્યું અને દુલ્હનના પિતાને લગ્ન ખર્ચાના 4 લાખ રૂપિયા અપાવ્યા.