ગુજરાત/ પેટ્રોલ-ડિઝલમાં ગુજરાત સરકારે આટલી કમાણી કરી તિજોરી છલકાવી

દેશ ની જનતા ઉપર સરકાર જુલમ કરી રહી હોવાનો લોકો માં સુર ઉઠ્યો છે, પેટ્રોલ-ડીઝલ નો બેફામ જે રીતે ભાવ વધારી દેવામાં આવ્યો છે

Business

દેશ ની જનતા ઉપર સરકાર જુલમ કરી રહી હોવાનો લોકો માં સુર ઉઠ્યો છે, પેટ્રોલ-ડીઝલ નો બેફામ જે રીતે ભાવ વધારી દેવામાં આવ્યો છે જે અત્યાર સુધી કોઈ સરકારે જનતા ઉપર આ રીતે મનમાની કરી હોય તેવું ધ્યાન માં નહિ હોવાનું વડીલો જણાવી રહયા છે ત્યારે ગુજરાત સરકાર પણ પેટ્રોલ-ડીઝલ માં કેટલું કમાઈ લે છે તેનો સરેરાશ હિસાબ આ મુજબ છે.

આ પણ વાંચો : રાજ્યમાં ભારે વરસાદે લોકોની મુસિબત વધારી, 10 ડેમ થયા ઓવરફ્લો
ગુજરાતમાં પેટ્રોલમાં દર લિટરે રૂ. 20.14 અને ડીઝલમાં રૂ. 19.89 સરકાર કમાઈ રહી છે. 2020 કરતાં 2021માં પેટ્રોલમાં દર લિટરે રૂ. 4.25 અને ડીઝલમાં રૂ. 3.90 રાજ્ય સરકારના ટેક્સમાં વધારો થયો છે. 2020ના જુલાઇમાં પેટ્રોલ પર પ્રતિ લિટરે રૂ. 15.90 મળતા હતા, જે વધીને જુલાઇ 2021માં રૂ. 20.14 થયા છે. ડીઝલમાં 2020માં પ્રતિ લિટરે રૂ. 15.98 મળતા હતા, જે વધીને 2021 જુલાઇમાં 19.89 થયા છે. આ માહિતી સોમવારે લોકસભામાં આપવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી દર વર્ષે ગુજરાત સરકારને 15 હજાર કરોડની કમાણી થાય છે.

આ પણ વાંચો :જાણો, ગીતા બસરા અને હરભજન સિંહે શું પાડ્યું દીકરાનું નામ..

આમ કોરોના કાળ માં પણ જનતા ને રાહત નહિ આપી સરકારે લોકો નું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે ત્યારે વિરોધ પક્ષો ના વિરોધ ની કોઈ નોંધ નહિ લઈને સરકાર મનમાની ઉપર ઉતરી ગઈ હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.