Not Set/ બ્રિટનમાં હિંદુ અને શીખ સમુદાયને ટૈફ નદી કિનારે અસ્થિ વિસર્જનની મળી મંજૂરી

અસ્થિ વિસર્જન સ્થળની અછતનો મુદ્દો સૌ પ્રથમ 1999 માં કાર્ડિફ કાઉન્સિલ કાઉન્સિલર જસવંત સિંહે ઉઠાવ્યો હતો

World
ashthi visargen બ્રિટનમાં હિંદુ અને શીખ સમુદાયને ટૈફ નદી કિનારે અસ્થિ વિસર્જનની મળી મંજૂરી

બ્રિટનના વેલ્સમાં, હિન્દુઓ અને શીખોને તેમના પ્રિયજનોની અંતિમ વિધિઓ બાદ તેમની અસ્થિર્જ વિસર્જન કરવા માટે એક નવી જગ્યા મળી છે. વર્ષોના અભિયાન બાદ ટૈફ નદીના કિનારે અસ્થિ વિસર્જનની મંજૂરી આપવામાં આવી છે.ડિસેમ્બર 2016 માં રચાયેલ અંતિમ સંસ્કાર જૂથ, વેલ્સ (ASGW) આ માટે પ્રયત્નશીલ હતું. આખરે ગયા અઠવાડિયે વેલ્સની રાજધાની કાર્ડિફથી તેની શરૂઆત થઈ. એએસજીડબલ્યુના અધ્યક્ષ વિમલા પટેલે જણાવ્યું હતું કે કાર્ડિફ કાઉન્સિલે સ્થળના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડ્યું હતું, અને લેન્ડફ રોવિંગ ક્લબ અને સાઉથ વેલ્સના હિન્દુ અને શીખ સમુદાયના સભ્યોએ પણ આર્થિક સહયોગ આપ્યો હતો. વિમલા પટેલે જણાવ્યું હતું કે ઘણા વર્ષોની મહેનત બાદ આપણને અસ્થિ વિસર્જનનું સ્થાન મળ્યું છે.

અસ્થિ વિસર્જન સ્થળની અછતનો મુદ્દો સૌ પ્રથમ 1999 માં કાર્ડિફ કાઉન્સિલ કાઉન્સિલર જસવંત સિંહે ઉઠાવ્યો હતો. આ પછી 2013 માં એએસજીડબ્લયુ ના ચન્ની ક્લેરે કર્યું હતું. લગભગ 22 વર્ષ બાદ આ અભિયાનને સફળતા મળી છે.

વિમલા પટેલે જણાવ્યું હતું કે વેલ્સમાં હિન્દુઓ અને શીખોની ત્રણથી વધુ પેઢીઓ સ્થાયી છે. આપણા સમુદાયમાં પ્રથમ પેઢી અંતિમવિધિ પછી રાખ અને ભસ્મ તેમના વતન પરત લઇ જતા હતા પરંતુ પછીની પેઢીઓ, જેઓ અહીં જન્મે છે અથવા જેમણે તેમનું મોટાભાગનું જીવન અહીં વિતાવ્યું છે, તેઓ તેમના પ્રિયજનોની  રાખને સંપૂર્ણ રીતે આદર સાથે  વેલ્સમાં અસ્થિ વિસર્જન કરવા માંગે છે.

કાર્ડિફ કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રોગચાળાને કારણે આ સમસ્યાને ઉકેલવામાં થોડો સમય લાગ્યો હતો, પરંતુ હવે અમારી પાસે એક કાયમી જગ્યા છે, જેનો ઉપયોગ શીખ અને હિન્દુ સમુદાયની વર્તમાન અને ભાવિ પેઢીઓ કરશે. તેનો ઉપયોગ બ્રિટનના હિન્દુઓ અને શીખ લોકો કરી શકે છે.