વિશ્વ હિંદુ પરિષદ – એક સમયે જેનો રાજ્ય સહિત દેશભરમાં દબદબો હતો અને ખાસ કરીને ભાજપની ભગીની કહેવાતી આ ધાર્મિક સંસ્થાનું ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ખુબ વજન હતુ. રામજન્મભૂમી અને બાબારી મસ્જીદ મામલે વિશ્વ હિંદુ પરિષદ એક સમયે દેશનાં અનેક લોકો માટે હિંદુ હદય સમ્રાટની ભૂમીકામાં જોવામાં પણ આવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદનાં સંદર્ભમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપ પાસે સત્તા પહોંચાડવામાં વિશ્વ હિંદુ પરિષદે વાહકનું કામ કર્યું છે.
એવુ નથી કે એકલુ વિશ્વ હિંદુ પરિષદ જ ગુજરાતનાં ભાજપી શાસનનાં પાયામાં છે. અનેક બીજા પરિબળો પણ ખરા જ, પણ વિશ્વ હિંદુ પરિષદની ભૂમિકા પણ ખાસ રહી છે. જ્યારે ગુજરાત અને ખાસ કરીને ગુજરાત સંદર્ભે વિશ્વ હિંદુ પરિષદની વાત કરવામાં આવે ત્યારે વિશ્વ હિંદુ પરિષદનાં પૂર્વ પ્રમુખ અને બાદમાં અળખામણા થઇ ગયેલા હિંદુવાદી નેતા પ્રવીણ તોગડિયાનું નામ જરુરથી યાદ આવી જાય. કહેવામાં આવે છે ને કે પરિવર્તન સંસારનો નિયમ છે અને સમય સમયની વાત છે… તે જ પ્રમાણે સમયનાં બદલાવ સાથે આવા જ નેતા પ્રવીણ તોગડિયાનું સ્ટેન્ડ અને સ્ટેટ પણ બદલ્યું અને જ્યારે ગાયબ થયા ત્યારે અને ત્યાર બાદ રોકાયા હતા તે ઘર પર પથ્થર મારો થયો હોવાનું સામે આવી રહ્યું છે.
બીલકુલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક ઘર પર અચાનક પથ્થરમારો થયો હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘર એ જ ઘર છે, જ્યાં પ્રવીણ તોગડિયા રહ્યા હતા. વાત વિદિત છે કે થોડા સમય પહેલા અચાનક પ્રવીણ તોગડિયા ગાયબ થયા હતા ત્યારે તે સંગિની બંગલોમાં રોકાયા હતા. આ મકાન પર પથ્થરમારો થયો છે.
આપને જણાવી દઇએ કે, આ મકાન ઘનશ્યામભાઈનું છે અને ઘનશ્યામભાઈનાં ઘર પર કોઇ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે, પથ્થરમારાની આ ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવી ગયા છે અને પથ્થરમારાની સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે સમયનાં પરિવર્તન સાથે એક સમયે જે વ્યક્તિનો હાકો હતો તેવુ કહી શકાય તે અને તેને લાગતા વળગતાને નિશાન પણ બનાવવામાં આવી શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
