Gujarat News : અમદાવાદ અને ગાંધીનગર લોકો આજે (નવમી સપ્ટેમ્બર) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) નિહાળી શકશે. આજે રાત્રે 8 વાગ્યાને 8 મિનિટે સતત 5 મિનિટ સુધી આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવા મળશે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સલાહકાર અને વિજ્ઞાની ડો. નરોત્તમ સાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સલાહકાર અને વિજ્ઞાની ડો. નરોત્તમ સાહુએ ‘X’ પર લખ્યું કે, ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નવમી સપ્ટેમ્બર, 2024ના રોજ રાત્રે 8:08 વાગ્યે ગાંધીનગર અને અમદાવાદના આકાશમાં જોઈ શકાશે. 5 મિનિટ માટે આ નજરો જોવા મળશે. તે દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ દિશામાં પસાર થશે. આ કોસ્મિક અજાયબીને જોવાનું ચૂકશો નહીં! માનવ ચાતુર્ય અને સંશોધનના આ અદ્ભુત સાક્ષી જુઓ!’ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીના બહારના ભાગમાં પરતી એક પ્રયોગશાળા છે.
ISSના નિર્માણમાં પાંચ દેશોની સ્પેસ એજન્સીઓએ સહયોગ આપ્યો છે. NASA, Roscosmos (રશિયા), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) અને કેનેડિયન સ્પેસ એજન્સી (CSA) ISSની એસેમ્બલીમાં સામેલ હતા. આ અત્યાર સુધીનું સૌથી મોટું સ્પેસ સ્ટેશન છે.
આ પણ વાંચો: આજે દેશભરમાં યોજાશે નીટ-PG પ્રવેશ પરીક્ષા
આ પણ વાંચો: નીટ યુજી: અમદાવાદ-રાજકોટના વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક આવતા ચર્ચા
આ પણ વાંચો: નીટ પરીક્ષામાં ચોરીઃ પરીક્ષાના દિવસના સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ ટીમ પરત ફરી