સલમાન ખાનના મોસ્ટ અવેટેડ વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 15 ની પ્રતીક્ષા હવે પૂરી થઈ ગઈ છે કારણ કે આ શો 2 ઓક્ટોબર શનિવારે પ્રિમિયર થશે. અહેવાલો અનુસાર, શોના ભવ્ય પ્રીમિયરની સાંજ ખૂબ જ રંગીન બનવાની છે. દરમિયાન, બિગ બોસ 15 ના ઘરની અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સલમાન ખાન આ શોને હોસ્ટ કરતા જોવા મળશે. આ પહેલા બિગ બોસના ઘરની તસવીરો સામે આવી છે. આ વખતે જંગલની થીમ પર ઘરને શણગારવામાં આવ્યું છે.

આ પણ વાંચો :મિલિંદ સોમને ગુજરાતમાં માણી છકડાની સવારીની મજા, પત્ની સાથે શેર કરી તસ્વીર
બિગ બોસનું ઘર ફિલ્મ નિર્માતા ઓમંગ કુમાર અને તેની પત્ની વનિતા ઓમુંગ કુમારે ડિઝાઈન કર્યું છે અને તેની એક ઝલક પ્રખ્યાત ફોટોગ્રાફર વિરાયા ભાયાણીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને જોઈને દરેક લોકો પાગલ થઈ રહ્યા છે.

બિગ બોસનું ઘર અંદરથી ખૂબ જ સુંદર લાગે છે અને ઘરની દિવાલો પ્રાણીઓના ચિત્રો અને ફૂલના વોલપેપરોથી શણગારવામાં આવ્યું છે. જેમ તમે જાણો છો, બિગ બોસ 15 ની ભવ્ય પ્રીમિયર રાત 2 ઓક્ટોબરના રોજ છે અને તે કલર્સ ચેનલ પર રાત્રે 9.30 કલાકે ટેલિકાસ્ટ થશે.
https://www.instagram.com/tv/CUf6JF-oh3v/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :ગ્લોબલ અચીવર્સ એવોર્ડ મેળવનાર આ પ્રથમ ભારતીય અભિનેત્રી બની..
સલમાન ખાન શોને હોસ્ટ કરતા જોવા મળશે, આ વખતે બિગ બોસનું ઘર જંગલની થીમ પર શણગારવામાં આવ્યું છે. આ વખતે તમને બગીચા જેવા જંગલ, વાત કરતા વૃક્ષો અને ઘણું બધું જોવા મળશે.

આ વખતે બિગ બોસમાં સ્પર્ધકોને ઘરની અંદર વૈભવી જીવન જીવવાની તક મળશે, જ્યારે ઘરના સભ્યો જંગલ રાઇડ પર જશે. અહેવાલો અનુસાર, દર વખતની જેમ, આ વખતે પણ, બિગ બોસનું ઘર ફિલ્મ નિર્માતા ઓમંગ કુમાર અને તેની પત્ની વનિતા ઓમુંગ કુમારે ડિઝાઇન કર્યું છે.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચનને પગમાં ફેક્ચર હોવા છતાં KBC ના સેટ પર પહોંચ્યા શુટિંગ કરવા
આ વખતે શોની થીમ જંગલ રાખવામાં આવી છે, બિગ બોસના વૈભવી ઘરમાં પહોંચવા માટે સ્પર્ધકોએ પહેલા જંગલ પાર કરવું પડશે, જ્યાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. દર્શકો અને સ્પર્ધકો આ શોની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘરની દિવાલો પ્રાણીઓના ચિત્રો અને ફૂલના વોલપેપરોથી શણગારવામાં આવી છે, ઘરની અંદર લાઇટ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો :ખરાબ પુત્રવધૂના ટેગ પર ભડકી કાશ્મીરા શાહ, ટ્વિટ કરી કહ્યું ચેકમેટ


