Surat News/ સોશિયલ મીડિયાના પ્રેમે વધુ એક યુવતીને ખોટું પગલું ભરવા મજબૂર કરી

સોશિયલ મીડિયાના માધ્યમથી પાંગરતા પ્રેમ અને પ્રેમીઓ માટે ચેતવણી જનક કિસ્સો

Surat Top Stories Breaking News

Surat News : વરાછા વિસ્તારમાં 17 વર્ષની તરુણીને ઈન્સ્ટાગ્રામ મારફતે યુવાન સાથે પ્રેમ થયો હતો પરંતુ પ્રેમીએ બીજી જગ્યાએ લગ્ન કરી લેતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યોકહેવાય છે કે, વર્તમાન યુગ એ આધુનિક અને ટેક્નોલોજીનો યુગ છે ત્યારે તેના અનેક ફાયદા છે તો બીજી તરફ સાવધાની ન રાખીએ તો તેના ગેરફાયદા પણ ઘણા બધા છે. ત્યારે આ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પાંગરતા પ્રેમ અને પ્રેમીઓ માટે ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે.

સુરતમાં સોશિયલ મીડિયાના પ્રેમે વધુ એક યુવતીને આપઘાત કરવા મજબૂર બનાવી છે.વરાછા વિસ્તારમાં 17 વર્ષની તરુણીને ઈન્સ્ટાગ્રામ મારફતે યુવાન સાથે પ્રેમ થયો હતો. જે પ્રેમ સંબંધ બાદ યુવાન સાથે અનેક વખત શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. યુવાને અન્યત્ર લગ્ન કરી લેતા તરુણીએ આઘાતમાં આવીને આપધાતનો પ્રયાસ કર્યો હતો. જેણે ત્રીજા માળથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઘાયલ તરુણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાના પગલે વરાછા પોલીસે ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ સોહમ શાર્દૂલ ગોહિલ હોવાની વિગતો સામે આવતા પોલીસે આરોપીને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આવી ઘટનાઓ અનેક વાર બનતી હોય છે ત્યારે દરેક યુવતીને સોશિયલ મીડિયાના પ્રેમમાં પડતા પહેલા અનેક પ્રકારની તપાસ તેમજ આરોપીઓના ઝાંસામાં આવતા પહેલા સૌ-વાર વિચાર કરવો જરૂરી બને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની દાણચોરીનો મોટો પર્દાફાશ, 15 કિલો હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ જપ્ત

આ પણ વાંચો: અમદાવાદમાં ભંગારના વેપારી પર GSTનો દરોડો: 50 કરોડની કરચોરી પકડાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનારા બે શખ્સો ઝડપાયા