આઈપીએલની પાંચ વખતની ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સનો આજે દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે આઈપીએલની 14 મી સીઝનની 24 મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો થશે. રોહિત શર્માનાં નેતૃત્વ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે નવ વિકેટનાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે પહેલા, ટીમ દિલ્હી કેપિટલ્સ દ્વારા છ વિકેટે પરાજિત થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સની યાત્રા અત્યાર સુધી એવરેજ રહી છે. અત્યાર સુધી, ટીમ પાંચ મેચમાંથી બે જીત સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.

IPL 2021 / બાયો બબલ વિશે તમે શું જાણો છો? કેવી રીતે ખેલાડીઓ રહી શકે છે સુરક્ષિત?
બીજી તરફ, આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનાં પ્રદર્શનમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સની જેમ, રાજસ્થાન રોયલ્સ પણ તેમની પાંચ મેચમાંથી માત્ર બે મેચમાં જીત મેળવી છે. પરંતુ તેણે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે છ વિકેટે જીત મેળવી છે. રાજસ્થાનમાં હવે ઘણા ઓછા વિદેશી ખેલાડીઓ રહ્યા છે. ઇંગ્લેન્ડનાં બે ખેલાડીઓ જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ ઇજાને કારણે લીગમાંથી બહાર થઈ ગયા છે. બાયો બબલને ટાંકીને લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્ર્યુ ટાઇ ઘરે પરત ફર્યા છે. ટીમમાં હવે ફક્ત ચાર વિદેશી ખેલાડીઓ જ રહ્યા છે.

Cricket / મેચ ફિક્સિંગ કેસમાં શ્રીલંકાનો નુવાન જોયસા દોષી, 6 વર્ષનો પ્રતિબંધ લાગ્યો
ઉલ્લેખનીય છે કે, આઈપીએલની 14 મી સીઝનમાં ગુરુવારે ડબલ બ્લાસ્ટ થવાનો છે. પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ નવી દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં થશે. બંને ટીમોએ અત્યાર સુધી 5-5 મેચોમાં ફક્ત 2-2 મેચોમાં જ જીત મેળવી છે. ત્યારે આ મેચમાં 5 વખતની આઇપીએલ-વિજેતા ટીમ, મુંબઈ ઈન્ડિયન્સની ટીમને હેટ્રિક મેચ હારવાનો ડર સતાવી રહ્યો છે, કેમ કે મુંબઈની ટીમ તેની છેલ્લી બે મેચ હારી ગઇ છે. વળી, છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવીને રાજસ્થાન આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો રોયલ્સ આજે પણ મેચ જીતી લે છે, તો તેઓ પોઇન્ટ ટેબલ પર ચોથા નંબર પર પોતાનું સ્થાન બનાવશે.

