Gujarat Weather: ગુજરાત (Gujarat)માં આસો મહિના શરૂ થવા જઈ રહ્યો છે છતાં પણ ચોમાસુ વિદાય નથી લઈ રહ્યું. હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિમાં પણ વરસાદ જોવા મળશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ નવરાત્રિ તહેવાર દરમ્યાન વરસાદની સંભાવના રહેશે. ખૈલેયાઓમાં નવરાત્રિમાં ગરબા રમવાને લઈને થનગનાટ હશે પરંતુ વરસાદ તેમની મજા બગાડી શકે છે. રાજ્યમાં ફરી પાછા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સંભાવનાને લઈને આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કે જેઓ લાંબા સમયથી હવામાનને લઈને સચોટ આગાહી કરતા હોય છે તેમનું પણ કહેવું છે કે આ વખતે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિ તહેવાર દરમ્યાન શરૂઆતના બે-ત્રણ દિવસ દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળી શકે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. IMD મુજબ રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર રહેશે. આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વાતાવરણમાં થોડો ભેજ છે અને હવામાં ઠંડક છે અને વાદળો ઘેરાયેલા છે. આ વાતાવરણ વરસાદના આગમનના એંધાણ દર્શાવે છે. આવતીકાલથી શરૂ થતી નવરાત્રિમાં વરસાદનું ગ્રહણ લાગી શકે છે. નવરાત્રિમાં ખૈલેયાઓ બફારા, ઠંડક અને ગરમી એમ ત્રણ ઋતુનો અનુભવ કરશે. શરદપૂનમના દિવસે પણ અનેક વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી.
આ પણ વાંચો: ગુજરાત : નગરપાલિકામાં બદલીનો દોર, 27 ચીફ ઓફિસરોની સાગમટે બદલી
આ પણ વાંચો: નગરપાલિકાના 26 ચીફ ઓફિસરોની સામુહિક બદલીના આદેશ