સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ની 12 મી પરીક્ષાઓ અંગે આજે શિક્ષણ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને સીબીએસઈ વચ્ચે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેમાં એવું માનવામાં આવે છે કે પરીક્ષાઓ મર્યાદિત વિષયો અને મર્યાદિત વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા રૂમમાં લઈ શકાય છે. જોકે કેટલાક રાજ્યોએ ઓનલાઈન પરીક્ષા લેવાની તેમજ , જૂની પરીક્ષાઓ અને ઇમ્યુનાઇઝેશનના આધારે માર્કસ આપવાનો પણ પ્રસ્તાવ પણ મૂક્યો છે, ઘણા વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ 12 મી બોર્ડની પરીક્ષા રદ કરવાની પણ માંગ કરી રહી છે. જ્યારે સીબીએસઇ પરીક્ષાઓ લેવાના પક્ષમાં છે તેવું જોવા મળી રહ્યું છે .
આ અગાઉ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે દેશભરમાં કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને 12 ની બોર્ડની પરીક્ષા 1 જૂન સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હવે 1 જૂને યોજાનારી સીબીએસઈ અને શિક્ષણ મંત્રાલયની આ બેઠક પર હવે દરેકની નજર છે. આ પહેલા પણ કેન્દ્ર સરકારે તાગ મેળવવા દેશના તમામ રાજ્યો સાથે વિશેષ બેઠક કરી હતી. 23 મેના રોજ થયેલી આ ચર્ચાની અધ્યક્ષતામાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે કરી હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંક પણ હાજર રહ્યા હતા.
