ભ્રષ્ટાચાર/ પેન્ડોરા પેપર્સ લીકનાં ખુલાસા બાદ પાકિસ્તાન PM સહિત 700 મોટા માથાનાં નામ આવ્યા બહાર

પેન્ડોરા પેપર્સ લીકનાં ખુલાસા બાદ સમગ્ર વિશ્વમાં તેમજ ભારત અને પાકિસ્તાનમાં રાજનીતિક માહોલ ગરમ થઇ ગયો છે. જ્યાં આ પેન્ડોરા પેપર્સ લીકમાં ભારતનાં 300 નેતાઓનાં નામ છે.

Top Stories World

પેન્ડોરા પેપર્સ લીકનાં ખુલાસા બાદ સમગ્ર વિશ્વમાં તેમજ ભારત અને પાકિસ્તાનમાં રાજનીતિક માહોલ ગરમ થઇ ગયો છે. જ્યાં આ પેન્ડોરા પેપર્સ લીકમાં ભારતનાં 300 નેતાઓનાં નામ છે, ત્યારે પેન્ડોરા પેપર્સ લીકમાં પાકિસ્તાન પક્ષ અને વિપક્ષ સહિત 700 થી વધુ નેતાઓનાં નામ સામે આવ્યા છે. પાકિસ્તાનનાં વડા પ્રધાન ઈમરાન ખાન પણ પેન્ડોરા પેપર્સ લીકમાં સામેલ છે અને તેમના કેબિનેટનાં ઘણા મંત્રીઓ પર ભારે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. આ સાથે પાકિસ્તાનનાં ઘણા વિપક્ષી નેતાઓ પણ પેન્ડોરા પેપર્સ લીકમાં ફસાયા છે.

આ પણ વાંચો – ભાવ વધારો / ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

પેન્ડોરા પેપર્સ લીક ​​થયા બાદ પાકિસ્તાનમાં રાજકીય હંગામો છે. પેન્ડોરા પેપર્સમાં દુનિયાભરમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોનાં ગુપ્ત નાણાકીય વ્યવહારોનો મોટો ખુલાસો થયો છે. જેમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાનનાં નજીકનાં લોકો, વિપક્ષી નેતાઓ અને ઘણા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સહિત 700 લોકોનાં નામ સામે આવ્યા છે. જે મુખ્ય નામો જાહેર થયા છે તેમાં ઈમરાન સરકારમાં નાણામંત્રી શૌકત તારિન, જળ સંસાધન મંત્રી મુનીસ ઇલાહી, સાંસદ ફૈઝલ વાવડા, ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારનાં પરિવારનાં સભ્યોનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ રવિવારે “પેન્ડોરા પેપર્સ” નો ખુલાસો કર્યો છે જે વિશ્વભરનાં સેંકડો હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા રહસ્યમય નાણાકીય વ્યવહારોને છતી કરે છે. પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનનાં નાણામંત્રી શૌકત તારિન, સેનેટર ફૈઝલ વાવડા, પીએમએલ-ક્યૂનાં નેતા અને પાકિસ્તાનનાં જળ સંસાધન મંત્રી ચૌધરી મુનીસ ઈલાહી, પીપીપીનાં શરજીલ મેમણ, ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારનાં પરિવાર, પીટીઆઈનાં નેતા અબ્દુલ અલીમ ખાન, શોએબ શેખ, એક્ઝેક્ટનાં સીઇઓ. આ બધા પર આરોપ છે કે તેઓએ પાકિસ્તાન બહાર અલગ અલગ નામો હેઠળ બેનામી કંપનીઓ બનાવી અને કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે.

આ પણ વાંચો – Political / લખીમપુર ઘટના પર પ્રિયંકા ગાંધી- સરકાર ખેડૂતોને કચડી નાખવાની રાજનીતિ કરી રહી છે

જણાવી દઇએ કે, પાકિસ્તાનથી તપાસ પત્રકાર ઉમર ચીમા અને ધ ન્યૂઝ ઈન્ટરનેશનલનાં ફખર દુરાની પણ આ રિસર્ચમાં સામેલ હતા. કન્સોર્ટિયમે પેન્ડોરા પેપર્સ પર એક રિપોર્ટ બહાર પાડ્યો, જેનું શીર્ષક હતું “વડા પ્રધાન ઈમરાન ખાન ‘નવા પાકિસ્તાનનું વચન આપ્યુ હતુ, પરંતુ તેમના આંતરિક સર્કલનાં સભ્યોએ ગુપ્ત રીતે પાકિસ્તાની રૂપિયા બહાર મોકલ્યા અને ભારે ભ્રષ્ટાચાર કર્યો.” રિપોર્ટ અનુસાર, લીક થયેલા દસ્તાવેજોમાં “મુખ્ય સભ્યો” સામે આવ્યા “પ્રધાનમંત્રી ઈમરાનનાં આંતરિક સર્કલમાં કેબિનેટ મંત્રીઓ, તેમના પરિવાર અને અગ્રણી નાણાકીય સમર્થકોનો સમાવેશ થાય છે. આ નેતાઓ” ગુપ્ત રીતે ઘણી કંપનીઓ અને ટ્રસ્ટો ધરાવે છે, જેમની પાસે કરોડો ડોલરની સંપત્તિ છુપાયેલી છે.”