Dharma: રાજસ્થાનના (Rajasthan) પાટનગર જયપુરમાં (Jaipur) માન્યતા પ્રવર્તે છે કે અહીં સૂંઢ વગરના ભગવાન ગણેશ જયપુરમાં બિરાજમાન થઈ નાહરગઢની પહાડીઓ પર નજર રાખી રહ્યા છે. મોતી ડુંગરીમાં આવેલ ગણેશ મંદિર જયપુરનું મુખ્ય ગણેશ મંદિર તરીકે ગણાય છે. અહીં દર બુધવારે અને ગણેશ ચતુર્થીના દિવસે ભક્તોનો ધસારો રહે છે અને દર્શનાર્થીઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જાણો જયપુરના સુપ્રસિદ્ધ ગણેશ મંદિર (Ganesh Temple) વિશે.
મોતી ડુંગરી ગણેશ મંદિરઃ સૌથી પ્રસિદ્ધ મંદિરોની વાત કરવામાં આવે તો તેમાં મોતી ડુંગરી ગણેશ મંદિરનું નામ અવશ્ય લેવામાં આવે છે. મોતી ડુંગરી (શંકરગઢી)ની તળેટીમાં આવેલું છે. મંદિરની સ્થાપના જયપુર શહેરની સ્થાપના બાદ થોડા સમય પછી 1761માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રતિમા ગુજરાતનાં માવલીથી અહીં લાવવામાં આવી હતી. માવલી તત્કાલીન મહારાજા માધો સિંહ પ્રથમની પટરાણીનું પિયર હતું.

આ પ્રતિમા જયપુર શહેરના શેઠ પલ્લીવાલ દ્વારા લાવવામાં આવી હતી અને તેમની દેખરેખ હેઠળ આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે આ પ્રતિમા 500 વર્ષથી વધુ જૂની છે. માન્યતા અનુસાર, ભગવાન ગણેશની આ મૂર્તિ બળદગાડીમાં લાવવામાં આવી રહી હતી અને બળદગાડું આપોઆપ શંકરગઢીમાં આપોઆપ અટકી ગયું. જ્યાં બળદગાડું અટક્યું, ત્યાં મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો.

ગઢ ગણેશ મંદિરઃ જયપુરમાં નાહરગઢની ટેકરી પર આવેલું મંદિર છે જ્યાં ભગવાન ગણેશની બાળ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એટલે કે, અહીં સૂંઢ વગરના ગણેશની પૂજા કરવામાં આવે છે. જયપુરના સ્થાપક મહારાજા સવાઈ જયસિંહે અશ્વમેધ યજ્ઞ કર્યો અને ભગવાન ગણેશની આ મૂર્તિ તેમના બાળપણના સ્વરૂપમાં ગઢ ગણેશજી મંદિરમાં સ્થાપિત કરી. આ પછી જ જયપુરનો પાયો નાખવામાં આવ્યો. ગઢ ગણેશ મંદિરની નજીક ઊભા રહીને, તમે આખા જયપુર શહેરનો નજારો જોઈ શકો છો.

સફેદ સિદ્ધિવિનાયક મંદિર: સૂર્યના પ્રથમ કિરણો જયપુરના સફેદ સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશના ચરણોમાં શુભ અભિષેક કરે છે. અહીં તાંત્રિક વિધિ મુજબ ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ભગવાન ગણેશના ચાર હાથોમાં સાપના આકારની માળા અને પગમાં ઝાંઝર છે. એટલું જ નહીં, ભગવાન ગણેશને સાપનો પવિત્ર દોરો પહેરાવ્યો છે. માહિતી અનુસાર, ભગવાન ગણેશ અને રિદ્ધિ-સિદ્ધિના હાથમાં સોનાના કળશ છે. આ ગણેશ મૂર્તિ એક તાંત્રિક મૂર્તિ છે. એટલે કે જે તુરંત પરિણામ આપે છે. રાજ્યનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ભક્તો પોતાના હાથથી ભગવાન ગણેશને દૂધનો અભિષેક કરે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:ગણેશ મહોત્સવ પર બાપ્પાને કઈ કઈ વસ્તુઓનો ભોગ ધરાવશો…
આ પણ વાંચો:ગણેશજીની વિવિધ પ્રતિમાઓનું મહત્વ ઝડપથી જાણી લો, તમને બનાવશે ધનવાન
આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…
