અમૂલ/ અમૂલ ડેરી દ્ધારા તૈયાર કરવામાં આવશે ઓક્સિજન પ્લાન્ટ

ત્રણેય પ્લાન્ટમાં 60 સિલિન્ડર ભરાય એ પ્રમાણે ઓક્સિજનનું ઉત્પાદન થશે

Gujarat
અમૂલ ડેરી દ્ધારા તૈયાર કરવામાં આવશે ઓક્સિજન પ્લાન્ટ

કોવિડ-19 દિવસેને દિવસે વધે છે. તેમાં ખાસ કરીને સંક્રમિત થયેલા દર્દીઓ માટે ઓક્સિજનનો અભાવ મોટી સમસ્યા સર્જે છે. માત્ર દર્દીઓ જ નહીં ડોક્ટરોથી લઇને સરકાર પણ આ અંગે ગંભીર પગલા લઇ રહી છે ત્યારે. આણંદ અમૂલ ડેરી દ્ધારા ઓક્સિજન પ્લાનટ તૈયાર કરવાનો નિર્ણય આવકારવા જેવો છે.

આણંદ અમૂલ ડેરી દ્ધારા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે. આણંદ, ખેડા, મહિસાગર જિલ્લામાં આ પ્લાન્ટ શરૃ કરવાનું આયોજન છે.  ઉલ્લેખનીય છે કે આગામી દસેક દિવસમાં ઓક્સિજન પ્લાનટની શરૃઆત થઇ જશે. આણંદ જિલ્લાના કરમસદ ગામમાં પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે અને ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચાડી રાહતના શ્વાસ લેવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે ચરોતરની જુદી-જુદી જગ્યા પર પ્લાન્ટ બનાવવામાં આવશે, જેના કારણે ડોક્ટરોને સમયસર ઓક્સિજન મળી રહે અને દર્દીને બચાવવાની કામગીરી કરી શકે. ઓક્સિજન પ્લાનટની વાત કરીએ તો આણંદના કરમસદ સહિત ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં અને મહિસાગરના બાલાસિનોરમાં પણ પ્લાન્ટ બનાવવામાં આવશે.

ત્રણેય પ્લાન્ટમાં 60 સિલિન્ડર ભરાય એ પ્રમાણે ઓક્સિજનનું ઉત્પાદન થશે. મધ્યગુજરાતની  આ તમામ જગ્યા પર અમૂલ ડેરી દ્ધારા પ્લાનટ તૈયાર કરવામાં આવશે.