Emergency Landing/ સિડનીથી દિલ્હી આવી રહેલા વિમાનનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ,જાણો કારણ

એર ઈન્ડિયાના એક વિમાને બુધવારે કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાન સિડનીથી દિલ્હી આવી રહ્યું હતું.

Top Stories India

એર ઈન્ડિયાના એક વિમાને બુધવારે કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાન સિડનીથી દિલ્હી આવી રહ્યું હતું. મળતી માહિતી મુજબ પ્લેનમાં એક 50 વર્ષીય પેસેન્જરને શ્વાસ લેવામાં તકલીફ હતી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.આ વ્યક્તિનું નામ કુલદીપ સિંહ રોય છે જેણે અચાનક બગડતી તબિયત વિશે માહિતી આપી હતી. ઓક્સિજનના ઓછા સ્તરને કારણે તેની ત્વચા વાદળી થઈ ગઈ હતી.એટલે સત્વરે આ નિર્ણય લેવામાં આવ્યો અને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી

ફ્લાઇટ  કોલકાતા એરપોર્ટ પર લેન્ડ થઈ અને એરપોર્ટ પર પહેલાથી જ હાજર ડોકટરો દ્વારા પ્રારંભિક તપાસ પછી, તેને એમ્બ્યુલન્સમાં એરપોર્ટ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો અને તેની સારવાર ચાલી રહી છે.
રાષ્ટ્રીય રાજધાની માટે રવાના થતા પહેલા વિમાન 4:50 થી 6.50 વાગ્યા સુધી નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઊભું હતું. વિમાનમાં 159 મુસાફરો સવાર હતા.