બ્રિટનમાં રાજકીય સંકટ ઘેરુ બની રહ્યું છે. ભારત-યુકે મુક્ત વ્યાપાર સંધિ પર પોતાના નિવેદનને લઈને વિવાદમાં ફસાયેલા ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે તેમના રાજીનામા માટે ટેક્નિકલ નિયમની ભૂલને જવાબદાર ગણાવી હતી જેમાં તેમણે સંસદીય સહયોગીને કેટલાક સત્તાવાર દસ્તાવેજો મોકલ્યા હતા. જો કે મીડિયામાં એવા સમાચાર છે કે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ પહેલા બ્રિટનના નાણામંત્રીને પણ અચાનક પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ખુદ વડાપ્રધાન લિઝ ટ્રસની ખુરશી પણ જોખમમાં છે અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેમને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે.
બ્રેવરમેને કહ્યું કે તેણે સરકારી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જો કે, તેમણે વડા પ્રધાન લિઝ ટ્રુસને સરકારના નિર્દેશ અંગેની ચિંતાઓ પણ ટાંકી હતી. તે પીએમ લિઝ ટ્રુસની કેબિનેટમાં બીજા વરિષ્ઠ મંત્રી છે જેમણે એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં રાજીનામું આપ્યું છે. 14 ઓક્ટોબરના રોજ નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગને પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને જેરેમી હંટને નવા નાણાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બ્રેવરમેને પોતાનું રાજીનામું પત્ર ટ્વીટ કર્યું છે.
My letter to the Prime Minister. pic.twitter.com/TaWO1PMOF2
— Suella Braverman MP (@SuellaBraverman) October 19, 2022
સુએલા બ્રેવરમેન ભારત સાથેની મુક્ત વ્યાપાર સંધિ અંગે આકરા નિવેદન કરીને ચર્ચામાં આવી હતી. વિઝા ઓવરસ્ટેયર્સ પરની કાર્યવાહી અંગે સુએલા બ્રેવરમેનની ટિપ્પણીએ ભારત સરકારને નારાજ કર્યા બાદ ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કથિત રીતે તૂટી જવાની આરે છે, એમ તેણે જણાવ્યું હતું. યુકેના એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જો કે આ કરારને લઈને બંને દેશો વચ્ચે હજુ પણ વાતચીત ચાલી રહી છે.
ગૃહમંત્રીએ FTA હેઠળ ભારત માટે ‘ખુલ્લી સરહદો’ની ઓફર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઘણા ભારતીયો તેમના વિઝાની મુદત પૂરી થયા પછી પણ યુકે છોડતા નથી જેના કારણે દબાણ વધી રહ્યું છે. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સને આ વર્ષે દિવાળી સુધી FTA માટે સમયમર્યાદા નક્કી કરી હતી. જો કે, આ સમય સુધીમાં સમાધાનની શક્યતા ઓછી છે.
