Not Set/ પાટીદારોની 6 સંસ્થાના પ્રમુખો CMને મળે તેવી શક્યતા

ગાંધીનગર, પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો મુખ્યમંત્રી સાથે મીટિંગ કરીને પાટીદારોની મુખ્ય માગણીઓ તેમની સમક્ષ રજૂ કરશે. 15મી સપ્ટેમ્બરે પાટીદારોની મુખ્ય છ સંસ્થાઓના પ્રમુખોએ એસપીજીને વાયદો કર્યો હતો કે દસ દિવસમાં તેઓ મુખ્યમંત્રીને મળીને પાટીદારોની માગણીઓ રજૂ કરશે. જે અંગે મુખ્યમંત્રી સાથે તેઓ મીટિંગ કરે એવી સંભાવના છે.એસપીજીના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર યુવા […]

Uncategorized
mantavya 242 પાટીદારોની 6 સંસ્થાના પ્રમુખો CMને મળે તેવી શક્યતા

ગાંધીનગર,

પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો મુખ્યમંત્રી સાથે મીટિંગ કરીને પાટીદારોની મુખ્ય માગણીઓ તેમની સમક્ષ રજૂ કરશે. 15મી સપ્ટેમ્બરે પાટીદારોની મુખ્ય છ સંસ્થાઓના પ્રમુખોએ એસપીજીને વાયદો કર્યો હતો કે દસ દિવસમાં તેઓ મુખ્યમંત્રીને મળીને પાટીદારોની માગણીઓ રજૂ કરશે.

જે અંગે મુખ્યમંત્રી સાથે તેઓ મીટિંગ કરે એવી સંભાવના છે.એસપીજીના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયાને મુક્ત કરવા ઉપરાંત ખેડૂતોને લાભ થાય, પાટીદારોને બંધારણીય રીતે અનામત મળે, પોલીસ દમનના કેસો પર વિચારણા થાય, શહીદ પાટીદારોના પરિવારના સભ્યોને નોકરી મળે વગેરે પાટીદાર સમાજની માંગ છે.

આ માંગો સરકાર સુધી પ્રોપર ચેનલમાં પહોંચે અને સમાજને ન્યાય મળે તે માટે એસપીજીને સંસ્થાઓએ જણાવ્યું હતું કે, 10 દિવસ આપો, અમે સરકાર સુધી મુદ્દા પહોંચાડીને યોગ્ય ઉકેલ લાવીશું.