Not Set/ કોરોના દર્દીઓને બ્લેક ફંગસનો ખતરો, ડાયાબિટિઝના દર્દીઓને વધુ મુશ્કેલી

કોરોના વાયરસે દેશભરમાં તબાહીની વચ્ચે શુક્રવારે સ્વાસ્થય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક મહત્વની જાણકારીઓ આપી છે. તેમાં શરૂઆતના લક્ષણોથી લઇને ઘરમાં તેની સારવારની પધ્ધતિઓ વિશે જણાવવામાં આવ્યુ છે. આ દરમિયાન નીતિઆયોગના સદસ્ય વીકે પોલે કોરોનાથી શરીરને થતા નુકશાનને લઇને પણ લોકોને ચેતવણી આપી છે. વીકે પોલે કોવિડ-૧૯ના દર્દીઓમાં થતા ફંગસ ઇન્ફેક્શનનને લઇને ચિંતા વ્યક્ત કરી […]

Mantavya Exclusive India

કોરોના વાયરસે દેશભરમાં તબાહીની વચ્ચે શુક્રવારે સ્વાસ્થય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક મહત્વની જાણકારીઓ આપી છે. તેમાં શરૂઆતના લક્ષણોથી લઇને ઘરમાં તેની સારવારની પધ્ધતિઓ વિશે જણાવવામાં આવ્યુ છે. આ દરમિયાન નીતિઆયોગના સદસ્ય વીકે પોલે કોરોનાથી શરીરને થતા નુકશાનને લઇને પણ લોકોને ચેતવણી આપી છે.

વીકે પોલે કોવિડ-૧૯ના દર્દીઓમાં થતા ફંગસ ઇન્ફેક્શનનને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે ફંગલ ઇન્ફેક્શનને બ્લેક ફંગસ એટલે કે મ્યુકર માઇકોસિસ કહેવામાં આવે છે. આ ફંગસ મોટેભાગે ચિકણી સપાટી પણ થાય છે. કોવિડ-૧૯ના કેટલાય દર્દીઓમાં આ ફંગસ ઇન્ફેક્શનની ફરિયાદ જોવા મળી છે.

વીકે પલે કહ્યુ કે મ્યુકર માઇકોસિસની ફરિયાદ મોટેભાગે ડાયાબિટિઝના દર્દીઓમાં જોવા મળી છે. જે લોકો ડાયાબિટિઝના શિકાર નથી તેમાં આ સમસ્યા થવાની સંભાવના ઘણી ઓછી છે. કેટલાય કિસ્સાઓમાં દર્દીઓને સાજા થયા પછી પણ મ્યુકર માઇકોસિસથી ફરિયાદ રહે છે. જો કે આ ખતરો મોટા પાયે નથી અને તેની તપાસ ચાલી રહી છે.

વીકે પોલે કહ્યુ કે ડાયાબિટિઝના દર્દીઓમાં જો શુગર લેવલ નિયંત્રણમાં નથી તો મ્યુકર માઇકોસિસ એટેક કરે છે. જો કોઇ વ્યક્તિ બીજી કોઇ પણ બિમારીથી પિડાય છે તો ઇમ્યુન પર દબાણ વધતા ડાયાબિટિઝના દર્દીઓમાં મ્યુકર માઇકોસિસનો ખતરો વધી જાય છે. આ શરીરની ભીની સપાટીમાં જ થાય છે.

તે ઉપરાંત બીજા બે કારણોથી મ્યુકર માઇકોસિસની મુશ્કેલી વધી જાય છે. પહેલા ડેક્સામૈથેસોન, પ્રેડનિસોલોન, મિનાઇલપ્રેડનીસોલોન અને ડેક્સોના જેવા દવાઓ અથવા સ્ટેરોઇડના ઉપયોગથી ઇમ્યુન સિસ્ટમ નાજૂક બને છે. અને ડાયાબિટિઝના દર્દીઓમાં મ્યુકર માઇકોસિસનું જોખમ વધી જાય છે. બીજુ આ હાલતમાં દર્દીઓને જ્યારે ઓક્સિજન મળે છે તેમાં હ્યુમિટીફાયરના લીધે પાણીનું કલેકશન થાય છે જે ફંગસનો ખતરો વધારે છે.

વીકે પોલે કહ્યુ કે ઇમ્યુન પર દબાણ વધારનારી દવાઓના ઉપયોગને બદલે ડાયાબિટિઝના દર્દી શુગર લેવલને કંટ્રોલ રાખવાનો પ્રયાસ કરે. કોવિડ-૧૯ના દર્દીઓમાં બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું ખુબ જરૂરી છે. આવુ કરવાથી આપણી કિડની અને રૂદય પર પણ વધારે અસર નહી થાય.

વીકે પોલને સ્ટેરોઇડથી કોવિડ-૧૯ની સારવાર પણ લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ કે શરૂઆતના સ્ટેજ પર જ દર્દીઓને કારણ વગર સ્ટેરોઇડ આપવામાં ન આવે. તે છઠ્ઠા દિવસ પછી આપવી જોઇએ. સાતમા અને આઠમા દિવસ સુધી તેને આપવી જોઇએ. રિકવરી પછી લાંબા સમય સુધી સ્ટેરોઇડ આપવાથી બચવુ જોઇએ. તેના ડોઝનું પણ ધ્યાન રાખવુ જોઇએ. અસંતુલિત ડોઝ ખતરનાક બની શકે છે.

વીકે પોલે ઓક્સિજનના ઉપયોગને લઇને પણ જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે ઓક્સિજન લેતી વખતે ધ્યાન રાખો કે હ્યુમિટિફાયરનું પાણી સાફ હોય. પાણી બદલાતું રહે અને તે ટપકતુ ન રહે. દર્દીઓની હાઇજીનનું પણ ધ્યાન રાખવામાં આવે. તેનું શરીર કારણ વિન ભીનું ન થાય. જો કોઇને મોઢામાં અલ્સરની ફરિયાદ છે તો તેનો સમયસર ઇલાજ જરૂરી છે.

તેની સિવાય ઘરમાં આઇસોલેટ થતા દર્દીઓ પોતાનું ધ્યાન કેવી રીતે રાખે તેને લઇને પણ વીકે પોલે જાણકારી આપી તેમણે કહયુ કે જો તમને શરૂઆતના લક્ષણોમાં તાવ., ગળામાં દુખાવો, ઉધરસ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે તો તમે તેને કોરોના માનીને સારવાર ચાલું કરી દો.

જો તમને કોરોનાના લક્ષણ છે અથવા તમે સંક્રમિત છો તો તમારે ઘરમાં જ રહેવાનું છે. જ્યાં સરકારોએ કોવિડ કેરની વ્યવસ્થા કરી છે. તમે ત્યાં જઇ શકો છો. તેની સાથે તમારે તમારી આસપાસમાં સફાઇ રાખવી જરૂરી છે. હોમકેયરમાં અલગ રહેવું ખુબ જ જરૂરી છે. તો હોમ આઇસોલેશન વાળા ઘરમાં પણ માસ્ક પહેરવો ફરજીયાત છે. તો સંક્રમિતોને સર્જીકલ માસ્ક અથવા એન 95 પહેરવુ વધારે સારૂ છે.

પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યુ છે કે હોમ આઇસોલેશ દરમિયાન એ નક્કી કરો કે વેન્ટિલેશન સારૂ હોવું જોઇએ. તે ઉપરાંત તમારે તમારૂ ટેમ્પ્રેચર પણ જોતું રહેવાનું છે. તાવ માટે પેરાસિટામોલ લઇ શકો છો.તો ઓક્સિજન 93થી નિચે જાય છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. તે ઉપરાંત જનરલ હાલતને પણ જોવાની છે જેમ કે શ્વાસમાં ઉતાર ચઢાવ અને ચક્કર આવવા.

જો તમે કોરોના સંક્રમિત છો તો તમારે લિક્વિડ પર ધ્યાન આપવાનું છે. જેમાં પાણી, લસ્સી વગેરે સામેલ છે. તો સૂતી વખતે તમારે ઉલટું સુવાનું છે. તાવ માટે દવા લો. જો તમને ઉધરસ આવે છે તો ડોક્ટરની સલાહ લઇને સિરપ લઇ શકો છો. તેની સાથે મલ્ટીવિટામિનનો પણ ઉપયોગ કરો. અને સ્ટીમ લેતા રહો.