બિહારનાં આરામાં એક નાની છોકરીએ કોર્ટમાં એક નિવેદન આપી સનસનીખેજ ખુલાસો કર્યો છે. જબરદસ્તીથી દેહ વ્યાપારમાં ધકેલવામાં આવેલી નાની છોકરીનાં નિવેદનથી સફેદ કોલર ધરાવતા લોકોનાં કાળા સત્ય બહાર આવી ગયા છે. સોમવારે કોર્ટમાં આપેલા નિવેદનમાં, છોકરીએ ધારાસભ્યનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેણે તેનું નામ નામ નથી આપ્યું.
નાની છોકરીએ કોર્ટમાં કહ્યુ કે, તેને એક ધારાસભ્યની પાસે મોકલવામાં આવતી હતી. જો કે તેણે તેનુ નામ આપ્યુ નથી. જણાવી દઇએ કે, બે દિવસ પહેલા આરાની એક કિશોરીનાં માધ્યમથી ભોજપુર પોલીસે પટનામાં ચાલી રહેલા સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. જો કે હજુ પણ આ સેક્સ રેકેટનો માસ્ટર માઇન્ડ સંજય પાસવાન પોલીસની ઝપટથી દૂર છે. આ મામલે આ નાની છોકરીએ કોર્ટમાં પોતાનું નિવેદન આપતા કહ્યુ હતુ કે, આરાનાં એક એન્જિનિયરનાં આવાસમાં તથા હોટલોમાં તેને મોકલવામાં આવતી હતી. છોકરીનાં નિવેદન પર પોલીસ ધારાસભ્યની ઓળખ અને માસ્ટર માઇન્ડને શોધમાં લાગી ગઇ છે. આ મામલે ભોજપુરનાં એસપી સુશીલ કુમારનું કહેવુ છે કે, છોકરીએ માત્ર ધારાસભ્યની જોડે મોકલવાની વાત કરી છે હજુ તેણે તેનુ નામ આપ્યુ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
