Viral Video: કલ્પના કરો કે જો કરોળિયા પાણીને બદલે આકાશમાંથી વરસવા લાગે તો શું તમે તેને ચમત્કાર ગણશો? એવું જ તાજેતરમાં થયું છે. બ્રાઝિલના સાઓ ટોમ દાસ લેટ્રાસમાં એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો, જ્યારે સેંકડો કરોળિયા (Spider) આકાશમાંથી પડતા જોવા મળ્યા. આ દ્રશ્ય કોઈ હોરર ફિલ્મ(Horror Film)ના દ્રશ્ય જેવું લાગતું હતું જે કેમેરામાં કેદ થયું હતું અને સોશિયલ મીડિયા પર શેર થયું હતું. વીડિયો વાયરલ થતાં જ લોકોમાં ઉત્સુકતા વધી ગઈ અને ઘણા લોકોએ તેને કુદરતનો અનોખો ચમત્કાર ગણાવ્યો.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, બ્રાઝિલ(Brazil)માં કરોળિયાએ આકાશ પર કબજો કર્યો છે. આ ઘટના દર વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં ડિસેમ્બર અને માર્ચ વચ્ચે ગરમ અને ભેજવાળા હવામાનમાં જોવા મળે છે. લગભગ 500 કરોળિયાનું એક મોટું ટોળું એકસાથે આવું જાળું બનાવે છે, જે સમગ્ર આકાશને આવરી લે છે. તે મનુષ્યો માટે બિલકુલ જોખમી નથી.
😳 Spiders have taken over the sky in Brazil. This apocalypse happens every year from December to March in hot and humid weather in rural areas.
Huge groups of up to 500 spiders weave webs that stretch across the entire sky.
No danger to humans. pic.twitter.com/xAjEtUgnnR— Gennady Simanovsky (@GennadySimanovs) February 1, 2025
આકાશમાંથી પડવાનું કારણ..
જો કે આ દ્રશ્ય ગમે તેટલું ડરામણું લાગે છે પણ સામાન્ય પણ છે. નિષ્ણાતોના મતે કરોળિયા આ રીતે આકાશમાંથી પડવાનું કારણ તેમનું વિશાળ જાળું છે, જેમાં એક સાથે સેંકડો કરોળિયા પ્રજનન પ્રક્રિયામાં રોકાયેલા હોય છે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીવવિજ્ઞાનીઓએ કહ્યું કે આ કરોળિયા એક ખાસ પ્રકારની પ્રજનન પ્રક્રિયામાં સામેલ છે અને જ્યારે આ પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે તેઓ પોતાની જાતને જાળમાંથી મુક્ત કરી દે છે, જેનાથી એવું લાગે છે કે જાણે તેઓ આકાશમાંથી પડી રહ્યાં હોય.
આ પણ વાંચો:ઈન્ફ્લુએન્સરે બનાવ્યું રેતી પર મહા કુંભમેળાનું મોડેલ, જોઈને દંગ રહી જશો
આ પણ વાંચો:હોર્ન વગાડવાથી નારાજ થયો શખ્સ, કારની છત પર બેસી કરવા લાગ્યો….
આ પણ વાંચો:કડકડતી ઠંડીમાં લોકો પર પાણી પર ફેંકવામાં આવ્યું, શું કહ્યું ડીઆરએમએ…
