Anand/ ખેડામાં ફરી એકવાર પડ્યો અવકાશી ગોળો, FSLની ટીમને પણ કરાઈ જાણ

ખેડાના ભૂમેલ ગામના એક પોલટ્રી ફાર્મમાં અવકાશી ગોળો આવીને પડ્યો હતો. ભારે અવાજ સાથે મોડી રાત્રે ગોળો પડતા પૉલ્ટ્રી ફાર્મના માલિક ગભરાઈ ગયા હતા.

Gujarat Others
અવકાશી ગોળો
  • ચકલાસી નજીક ભુમેલ ગામમાં પડ્યો ગોળો
  • ભારે અવાજ સાથે પડ્યો ગોળો 
  • ચકલાસી પોલીસ પહોંચી ઘટના સ્થળે

તાજેતરમાં જ આણંદમાં અવકાશી ગોળો પડવાની ઘટના સામે આવી હતી ત્યારે ફરી એક વખત ખેડાના ચકલાસી નજીક ભૂમેલ ગામમાં ગોળો પડવાની ઘટના સામે આવી છે. આ અવકાશી ગોળો ભારે અવાજ સાથે પડ્યો હતો. જેથી લોકોમાં એકદમજ ભયનો માહોલ સર્જાયો હતો.હાલ આ સમગ્ર મામલે FSLની ટીમને જાણ કરવામાં આવી છે. અને ચકલાસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અવકાશી પદાર્થ હકીકતમાં શું છે એ વિશે તપાસ ચાલુ છે. ધાતુના ગોળા જેવા આ પદાર્થની PRL અને ઈસરોમાં પણ ચકાસણી કરવામાં આવશે.

ખેડાના ભૂમેલ ગામના એક પોલટ્રી ફાર્મમાં શુક્રવારે રાત્રે અવકાશી ગોળો આવીને પડ્યો હતો. ભારે અવાજ સાથે મોડી રાત્રે ગોળો પડતા પૉલ્ટ્રી ફાર્મના માલિક ગભરાઈ ગયા હતા. જેથી તેમણે ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો મેળવ્યો છે. હાલ આ ગોળાને ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવામાં આવ્યા છે. જે અંગેની એફએસએલને જાણ કરવામાં આવી.

મીડિયા રિપોર્ટસ અનુસાર આણંદના ત્રણ ગામમમાં સેટેલાઇટના કોઇ ભાગમાંથી આ ગોળ આકારની ધાતુની વસ્તુ પડ્યા હોવાનું મનાઇ રહ્યુ હતુ. જો કે આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ ત્રણેય ગામ એકબીજાથી 10થી 15 કિમી દુર આવેલા હોવાની માહિતી છે. આકાશમાંથી આ વસ્તુ પડવાને કારણે આખા પંથકમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, આકાશમાંથી પડેલી આ વસ્તુના કારણે કોઇ નુકસાન થયુ નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર આ ગોળા જેવા પદાર્થનું વજન 5 કિલોની આસપાસનું હોવાનું મનાઇ રહ્યુ છે.

એફએસએલ અધિકારી દ્વારા ગોળાઓની ચકાસણી કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે આ ગોળા સેટેલાઇટમાંથી છુટા પડેલા સ્પેસ બોલ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ગોળા વજનમાં બહુ હલકા છે. ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરાયેલા છે. આ ગોળા ખુબ જ મજબૂત છે. આકાશમાંથી પડવા છતાં આ ગોળાઓ અકબંધ છે કોઈ નુકસાન થયું નથી. જેથી તે વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોવાનું અનુમાન છે.

મહત્વનું છે કે 2 એપ્રિલ, 2022ની સાંજે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આકાશમાંથી અગનગોળા પડ્યા હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવ્યું કે તેઓ કોઈ રોકેટનો ભાગ હોઈ શકે છે. આવી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ દાવા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: યુક્રેનમાં ફરી શરૂ થશે ભારતીય દૂતાવાસ

આ પણ વાંચો: બ્લડ કેન્સરથી તૂટ્યું પુતિનનું મનોબળ, રશિયામાં ઓગસ્ટ સુધીમાં થઇ શકે છે સત્તા પલટો

આ પણ વાંચો: એલોન મસ્ક રેન્ડમ સેમ્પલિંગની કરી જાહેરાત, નકલી ફોલોઅર્સની ખુલશે પોલ