Not Set/ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક 50 હજાર ડોઝ ફાળવ્યા

મામ આરોગ્ય કેન્દ્ર સહિત 31 કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જ્યારે બે કેન્દ્રો પર કોવેક્સિન રસી આપવામાં આવે છે. કોવીશિલ્ડ રસી પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે

Rajkot Uncategorized
Untitled 195 રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક 50 હજાર ડોઝ ફાળવ્યા

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાવામાં આવ્યું છે . આ અનુસંધાને કાલે  વિવિધ સંસ્થાઓ સાથે મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં આજને  વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું છે . મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વેક્સીનેશનમાં બાકી રહેલા લોકોને આ વેક્સીનેશન મહાઅભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે.

આજે  મહાપાલિકાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, 21 આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે વેક્સીનેશન સાઈટ , ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેક્સીનેશન થશે અને અન્ય વિવિધ સ્થળોએ મોબાઈલ વેકસીનેશન વાન મોકલીને વેક્સીનેશન થશે. આ મહાઅભિયાનમાં હાઉસિંગ સોસાયટીઓ, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ્સ, હોકર્સ ઝોન વગેરે સ્થળોને આવરી લેવામાં આવશે.

આ પણ વાંચો : CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી આગ, તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢવા

મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા આ મહાઅભિયાન અનુસંધાને ડેપ્યુટી કમિશનર, આસીસ્ટન્ટ કમિશનર, અન્ય વહીવટી અધિકારી, તબીબો વગેરેને જુદી-જુદી જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવેલ છે.

તમામ આરોગ્ય કેન્દ્ર સહિત 31 કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જ્યારે બે કેન્દ્રો પર કોવેક્સિન રસી આપવામાં આવે છે. કોવીશિલ્ડ રસી પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જયારે કોવીશિલ્ડ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને 84 દિવસ થઇ ગયા હોય તેવા તમામ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા 50 હજાર વેક્સીનના ડોઝ ફાળવ્યા છે. નગરજનોને વેક્સિન લેવા ડો.પ્રદિપ ડવ, ડે.મેયર, ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :શશિ થરૂરે કોંગ્રેસના સહયોગીના અપમાનજનક ટ્વીટ બદલ માફી સ્વીકારી