ગુજરાત/ રાજ્ય સરકારની મોટી જાહેરાત, માર્ગ મરામત માટે 74.90 કરોડ કર્યા મંજૂર

વરસાદનાં કારણે રાજ્યનાં ઘણા એવા વિસ્તારો કે જ્યા રોડ-રસ્તાઓની જગ્યાએ ખાડા પડી ગયા હતા, જેને લઇને આજે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે.

Top Stories Gujarat Others
11 58 રાજ્ય સરકારની મોટી જાહેરાત, માર્ગ મરામત માટે 74.90 કરોડ કર્યા મંજૂર
  • રાજ્યમાં માર્ગ મરામત માટે 74.90 કરોડ મંજૂર
  • રાજ્યની 156 નગરપાલિકાના રસ્તા મરામત થશે
  • મુખ્ય્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારની જાહેરાત
  • શહેરી સડક યોજના હેઠળ તત્કાલ મંજૂરી
  • વરસાદના કારણે નુક્સાન થયેલાં રસ્તા મરામત થશે

રાજ્યમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વરસાદનાં કારણે રાજ્યનાં ઘણા એવા વિસ્તારો કે જ્યા રોડ-રસ્તાઓની જગ્યાએ ખાડા પડી ગયા હતા, જેને લઇને આજે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે.

આ પણ વાંચો – ગુજરાત / નવરાત્રિની શરૂઆત પહેલા જ ચોમાસાની થઇ વિદાય, ખેલૈયાઓ થયા ખુશ

આપને જણાવી દઇએ કે, રાજયમાં ભારે વરસાદનાં કારણે આ વર્ષે રાજ્યનાં નગરોમાં માર્ગ રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસનાં કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કરવામાં આવ્યા છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તા માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ, રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિનાં માર્ગ મરામત કામોમાં થર્મો પ્લાસટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટીનાં કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ કામો ઝડપથી હાથ ધરાય અને નાગરિકોને આવાગમન ની સરળતા રહે તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર તત્કાલ દરેક નગર પાલિકાઓને આ રકમ ફાળવવાનો જનહિત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે અપનાવ્યો છે.

આ પણ વાંચો – બજારમાં ખરીદીનો ચળકાટ /  નવરાત્રી નજીક આવતા રાજકોટની બજારોમાં 5 કરોડના ચણિયાચોળી અને જ્વેલેરીનું વેચાણ થયું

મુખ્યમંત્રીનાં આ નિર્ણય અનુસાર રાજ્યની અ વર્ગ ની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને 75 લાખ, બ વર્ગ ની 30 નગર પાલિકાઓને પ્રત્યેક ને 60 લાખ, ક વર્ગ ની 60 નગર પાલિકાઓને પ્રત્યેકને 45 લાખ તેમજ ડ વર્ગની 44 નગર પાલિકાઓને પ્રત્યેકને 30 લાખ એમ રાજ્યની તમામ 156 નગર પાલિકાઓને સમગ્રતયા 74.70 કરોડ રૂપિયા રોડ રસ્તા રીપેરીંગ રિસરફેસીંગનાં કામો માટે ફાળવવામાં આવ્યા છે