Gujarat Budget 2025/ રાજ્ય સરકાર દ્વારા બંધારણના આ અમૃત પર્વની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે : નાણા મંત્રી કનુભાઇ દેસાઇ

ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે

Gujarat Budget 2025-26 Top Stories Gujarat Breaking News

Gandhinagar News : આ વર્ષ અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિનું વર્ષ છે. એમના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને તત્કાલિન મુખ્યમંત્રીઅને હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા(સ્ટેચ્યુ ઓફ યુનિટી)ના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ શ્રધ્ધાંજલી આપેલ છે. જન્મજયંતી વર્ષના અનુસંધાને યોજાતા કાર્યક્રમો યુવાનોમાં એકતા, દ્રઢતા અને દેશપ્રેમની ભાવના જગાવશે.

ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્માણ પામેલ આપણું મહામૂલું ભારતીય બંધારણ અને તેમાં સમાવિષ્ઠ મૂલ્યો ભારતીય અસ્મિતાનું દર્શન કરાવે છે. ભારતીય બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા બંધારણના આ અમૃત પર્વની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે.

ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. જેના ઉપલક્ષમાં માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સ્વ.અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને ગુડ ગવર્નન્‍સની દિશા આપી છે. રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરું છું.

અમારી સરકાર આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ(AI) નો ગવર્નન્સમાં મહત્તમ ઉપયોગ કરી લોકોને “ઇઝ ઓફ લીવીંગ” પૂરું પાડવા સંકલ્પબદ્ધ છે. AIનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી AI Taskforceની રચના કરી છે. ગુજરાતને AI Hub બનાવવા અને ટેકનોલોજી આધારિત ગવર્નન્‍સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.

વિકસિત ગુજરાત-૨૦૪૭ થકી વિકસિત ભારત-૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૫-૨૬નું ₹૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની નીતિઓ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને મજબૂત બનાવતી: નાણામંત્રી કનુ દેસાઈ

આ પણ વાંચો:જગતના તાત “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી,જાણો શું મળશે લાભ

આ પણ વાંચો:સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹6807 કરોડની જોગવાઇ