આસામમાં શુક્રવાર (02 એપ્રિલ) નાં રોજ 39 વિધાનસભા બેઠકોની બીજી તબક્કાની ચૂંટણી યોજાઇ. હવે આ મતદાન બાદ પથરકંડીથી ભાજપનાં ઉમેદવાર કૃષ્ણેન્દુ પૌલ મુશ્કેલીઓમાં મુકાયા છે. જણાવી દઇએ કે, કોંગ્રેસે તેમની કારમાંથી ઈવીએમ મળ્યા હોવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવીએમ મશીન મતદાન બાદ ભાજપનાં ઉમેદવારની કારમાંથી મળી આવી હતી.
મહામારીનો મહાભરડો / દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો
આપને જણાવી દઇએ કે, આસામની પથરકંડી વિધાનસભામાંથી ઇવીએમમાં ગડબડી અને ચૂંટણી પંચ (EC) ની કાર પર હુમલો થયાનાં સમાચાર મળી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈએ સુંત્રોનાં હવાલેથી જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે ચૂંટણી બાદ આસામની પથરકંડી વિધાનસભાની એક કારમાં ઇવીએમ મશીન મળી આવ્યું હતું. સ્થાનિક લોકોનો દાવો છે કે કાર ચૂંટણી પંચની નહોતી. એએનઆઈનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર ચૂંટણી પંચની કારમાં ખામી સર્જાઈ હતી, ત્યારબાદ ઇસી અધિકારીઓએ ત્યાંથી પસાર થતી કારમાં ઇવીએમ મશીન મૂકી દીધું હતું. જે બાદ જાણ થઈ કે જે કારમાં ઈવીએમ રાખવામાં આવ્યું હતું તે ભાજપનાં ઉમેદવાર છે. એએનઆઈ સુત્રોનાં જણાવ્યા અનુસાર, ‘ઈવીએમ લઇને આવતી કાર પર હુમલો થયો હતો. આ કેસમાં કાર પર હુમલો કરનારા અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે. ટોળાનાં હુમલા દરમિયાન ઈવીએમને કોઈ નુકસાન થયું નથી. વહીવટ સાથે ઈવીએમ સલામત છે.’
Every time there is an election videos of private vehicles caught transporting EVM’s show up. Unsurprisingly they have the following things in common:
1. The vehicles usually belong to BJP candidates or their associates. ….
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021
યાદ આવ્યો ઐતિહાસિક ક્ષણ / 10 વર્ષ પહેલા આજનાં દિવસે ટીમ ઈન્ડિયાએ જીત્યો હતો વિશ્વકપ, સચિનનું સપનુ થયુ હતુ પૂરુ, Video
પ્રિયંકા ગાંધીએ ઉપરોક્ત વાહનનાં વીડિયોને ટ્વિટ કરીને કહ્યું છે કે, ચૂંટણી પંચ સિવાય અન્ય કારમાં જતા ઈવીએમનાં સમાચાર અને વીડિયો છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. જેમાં કેટલીક બાબતો હંમેશાં સામાન્ય હોય છે, ઉદાહરણ તરીકે, ઈવીએમ વાહનો સામાન્ય રીતે ભાજપનાં ઉમેદવારો અથવા તેમના સાથીઓનાં હોય છે, જો તેનો વીડિયો બહાર આવે તો તે અકસ્માત અથવા ઘટના તરીકે ફગાવી દેવામાં આવે છે, જ્યારે ભાજપ તેના મીડિયા તંત્રનો ઉપયોગ તે લોકો પર આરોપ લગાવવા માટે કરે છે, જે ઈવીએમવાળો વીડિયો સામે લાવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
