ગુજરાતમાંથી હજુ તો તાજેતરમાં જ ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે ત્યાં ફરી રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 13-14 નવેમ્બરે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરતા જગતનો તાત ફરીથી ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગના મતે આગામી 13 નવેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, મોરબી, રાજકોટ, જામનગરમાં વરસાદની આગાહી કરી છે.

જ્યારે 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં વરસાદની આગાહી કરી છે. બે દિવસ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસું વિત્યા બાદ વાવાઝોડાના કારણે એક સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેના લીધે વરસાદ વરસ્યો હતો ત્યારે ફરી એક વાર વરસાદની આગાહી થઈ છે. જોકે, આ વરસાદ સામાન્યથી મધ્યમ હશે પરંતુ ખેતી માટે આ સિઝનમાં કોઈ પણ પ્રકારનો વરસાદ નુકશાન વેરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
