Gujarat Rain Alert/ અમદાવાદવાસીઓ માટે આવતા 2 કલાક ભારે,પવન સાથે ભારે વરસાદ થવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.દ.ગુજરાતમાં સુરત, નવસારી ભરૂચમાં ભારે આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News

હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.દ.ગુજરાતમાં સુરત, નવસારી ભરૂચમાં ભારે આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ઘડબડાટી બોલાવશે. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.

એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બીજી તરફ અમદાવાદીઓને આજે ગરમીમાંથી રાહત મળે એવી શક્યતા સેવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે બપોર પછી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.

ત્યારે  અમદાવાદ શહેરમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓ છે. તેમજ આજે  ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. આ સિવાય વિવિધ જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.આપને જણાવી દઈએ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયુ  છે.

માહિતી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સહિત વરસાદની શક્યતા છે. હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેના  કારણે આવતા પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

જ્યમાં સર્વત્ર મેઘરાજાનો કહેર વરતાયો છે. રાજયમાં છેલ્લા 24 કલાક અનરાધાર વરસાદ ખાબક્યો. દ્વારકામાં સૌથી વધુ વરસાદનું જોર રહ્યું. ગઈકાલે રાત્રે રાજકોટના  જેતપુરમાં રાત્રિમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેતપુરમાં સ્ટેન્ડ ચોક, તીન બત્તી ચોક, ચાંદની ચોક અને બોખલા દરવાજા, વડલી ચોકમાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે રોડ ઉપર પાણી વહેતા થયા. માર્ગો પર પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો. રાજકોટ સવારથી વરસાદ શરૂ થયો. જંકશન, ગોંડલ ચોકડી, રેલનગરમાં વરસાદ નાનામોવા સહિતમાં ધીમીધારે વરસાદ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં પૂજા કરવામાં આવ્યા પછી તરત જ પડ્યો વરસાદ

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરદાતાઓનું થયું સન્માન થયું

આ પણ વાંચો: નાગરિકોની ઓનલાઇન ફરિયાદો-નિવારણ કાર્યક્રમ લોન્ચ કરશે સીએમ ભુપેન્દ્ર પટેલ